________________
સુખની શોધ
એમ વિચારવું, કે “હું દુઃખી છું.' તે, દુઃખની ઇજ્જત વધારવા સમાન છે. દુઃખને વધુ માફકસરની માનસઝેન્થિ તૈયાર કરવા બરાબર છે.
અંદરના તેમ જ બહારના ઓછા માફકસર વાતાવરણને આપણે દુઃખ' કહીએ છીએ, તેમ જ વધુ માફકસર વાતાવરણને “સુખ’ કહીએ છીએ.
વ્યક્તિના વિચાર, વાણી અને વર્તનની જગતના જેટલા જીવોને જેટલા પ્રમાણમાં સારી અસર થાય છે, તેના વળતરરૂપે તેને જે મળે તે “સુખ', તેમ જ તે જ વ્યક્તિના વિચાર, વાણી અને વર્તનથી જગતના જેટલા જીવોનું આત્મહિત જેટલા પ્રમાણમાં ઘવાય તેના વળતરરૂપે તેને જે મળે તે “દુઃખ.”
ધારો કે એક માનવબંધુ પોતાની મર્યાદિત શક્તિના કારણે હિત ઘણાનું ન કરી શકતો હોય, પણ જો તે સમયે તેના હૈયામાં ભાવ તો જગતના બધા જીવોના હિતનો હોય, તો છતી શક્તિએ “દેશ અને કાળનાં ખોટાં બહાનાં કાઢીને ભવને પંપાળનારા ભાઈઓ કરતાં તેનો તે ભાવ અનેક રીતે અનુમોદનીય ગણાય.
શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા મુજબ એક જીવનું પ્રત્યક્ષપણે હિત કરનાર અને બાકીનાં બધા જીવોનું શુભ ચિંતવનારા આત્મા, કદાચ દ્રવ્યની ખેંચ અનુભવતો હોય તો પણ તેના ભાવ ઉપર તે ખેંચની મુદ્દલ અસર પહોંચતી નથી એટલે તે, તેવા સંયોગોમાં પણ દ્રવ્યથી સુખીમાં સુખી લેખાતા માનવી કરતાં પણ વાસ્તવિક રીતે વધુ સુખી હોય છે.
દ્રવ્યને સુખનું એક માત્ર કારણ માની લેવું તે પરભાવલીનતાની નિશાની છે. જ્ઞાની ભગવંતોની ભાષામાં કહીએ તો, દ્રવ્ય એ ભાવનો પડછાયો છે, આજે અહીં તો કાલે બીજે.” જે દિશામાં પરિપકવ ભાવનું જોર હોય છે, તે દિશામાં દ્રવ્ય ખેંચાય છે.
બીજાના હિતની ચિંતા ઘટી હોવાને કારણે આપણો અધિક સમય આપણા પોતાના જ સુખના વિચારોમાં વ્યતીત થાય છે, તેમ જ તેની અસર નીચે આવીને આપણે એમ માનીએ છીએ કે, “અમે ઓછા સુખી છીએ.”
મોક્ષસુખની સર્વોત્તમ સામગ્રી મળવા છતાં, “હું દુઃખી છું” એમ બોલવું કે - વિચારવું તે ભવના સુખને જ સાચું સુખ માની લેવાની અનાદિ અવિદ્યાનું પરિણામ છે.
૧૭૬ - ધર્મ-ચિંતન