________________
દેવાધિદેવનો દાસ નિયમા સુખી હોય.
•તે નરકમાં હોય તો પણ તેનાં પરિણામ શુભ હોય. તે દેવલોકમાં હોય તો પણ .તેની દૃષ્ટિ શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો ભોગવતા હોય છે. તે સાચા સુખ તરફ હોય.
જગતના સર્વ જીવો પ્રત્યેના જીવના શુભભાવમાં જ્યારે ફેર પડે છે, ભાવરૂપી તે અમૃતમાં જ્યારે કેવળ સ્વાર્થનું વિષ ભળે છે, ત્યારે જ તેનો ભવ કથળે છે. તેના અંતરાયો વધે છે. આંતરબળ ઘટે છે.
જગતના સર્વ જીવોને શ્રીજિનેશ્વર ભગવાનના પરમતારક શાસનની જાણ કરાવનારા મહામંત્ર શ્રીનવકારનો ધારક, સાધક યા આરાધક જ્યારે એમ બોલે કે, ‘દ્રવ્યના અભાવે હું દુ:ખી છું.' ત્યારે એમ માની શકાય છે કે, ભવોભવની ભાવઠ ભાંગનારા ભાવના મહાસાગર સરખા શ્રીનવકાર સાથે તેને દૂરનો પણ સગપણ સાંધો હોય તો તે આવું ન જ બોલે.
આ લોક અને પરલોકનાં સઘળાં દુઃખો દૂર કરવાનો શાસ્રસિદ્ધ રાજમાર્ગ છે,– જગતના સર્વજીવોના કલ્યાણની કામના, શુભની શુભ ભાવના, હિતની મૌલિક ચિંતા.
જગતના સર્વ જીવોના હિતની ચિંતા કરવાની પાત્રતાવાળો આત્મા, કેવળ પોતાના સુખની ચિંતામાં પરોવાય. તે સ્થિતિનો વિચાર કરતાં પણ ચક્કર આવે છે.
દેવાધિદેવની ભાવના સાથેનું આપણું સગપણ કાચું ન પડ્યું હોત તો, ‘તમારી અલાબલા અમારે શિર હોજો !' એવો સૂર બધે સંભળાતો હોત.
‘મારું સુખ સહુને વહેંચુ,' એ ભાવનામાં ભવનાં સઘળાં અસુખને ટાળવાની અચિંત્ય શક્તિ છે.
स्वाध्यायः परमस्तावज्जप: पंचनमस्कृतेः । पठनं वा जिनेन्द्रोक्तशास्त्रस्यैकाग्रचेतसा ॥
- શ્રીનાગસેન મુનિ વિરચિત ‘તત્ત્વાનુશાસન’, શ્લો. ૮૦ પરમ સ્વાધ્યાય તે પંચનમસ્કારનો એકાગ્ર ચિત્તે જપ છે અથવા શ્રીજિનેશ્વર ભગવંતોએ કહેલ શાસ્ત્રનું એક્રાગ્ર ચિત્તે અધ્યયન છે.
ધર્મ-ચિંતન - ૧૭૭