________________
શકીએ. અને તે સિવાય વિશ્વઋણ ચૂકવવાની આપણી શક્તિ પ્રગટ નહિ થાય. અને જ્યાં સુધી વિશ્વઋણ વધતું રહેશે ત્યાં સુધી સંસાર આપણને નહિ છોડે.
સંસાર આપણને પકડી ન શકે એવી પરમસ્થિતિના સર્જન માટે આપણે સવેળા શ્રીનવકા૨ને શરણે જવું જોઈએ.
જીવનો જીવ સાથેનો સંબંધ
સમુદ્રમાં રહેલા પ્રત્યેક બિંદુને જેવો સંબંધ આખા સમુદ્ર સાથે છે, ઘરની હવાને જેવો સંબંધ બહારની હવા સાથે છે, તેથી પણ અધિક એકતાવાળો પરસ્પર ઉપગ્રાહકતાવાળો સંબંધ જીવોનો જીવોની સાથે છે.
વળી આપણે જેના જેના સંસર્ગમાં આવીયે, તે તે જીવો જો ઉપગ્રહ કરતા હોય તો પછી. એ સ્વભાવ દરેક જીવમાં અવ્યક્તપણે હોય, તો જ કારણો મળે તે અભિવ્યક્ત થઈ શકે.
પરંપરાથી ત્રણ લોક મોક્ષમાર્ગમાં ઉપકારક છે, એવું વિશેષાવશ્યક ભાષ્યનું વિધાન આ મુદ્દાનું સમર્થન કરે છે.
દરેક જીવને દરેક જીવ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન હોય, તો પ્રત્યેક પ્રતિજ્ઞામાં ત્રણ કારણો તથા ત્રણ યોગોની શી જરૂર ?
જીવદ્રવ્ય, દ્રવ્ય રૂપે એક હોવા છતાં ગુણ અને પર્યાયથી અનેકરૂપ છે. એટલે તેને સર્વ અપેક્ષાએ સ્વતંત્ર માનવો તે એકાંત નિશ્ચય છે અને સર્વ અપેક્ષાએ પરતંત્ર માની લેવો એ એકાંત વ્યવહાર છે. માટે આ બંને દૃષ્ટિઓ એકાંત હોવાથી ત્યાજ્ય છે. હેય છે, ઉપાદેય નથી.
વસ્તુમાત્રને સામાન્ય અને વિશેષ ઉભય સ્વરૂપવાળી તથા એક અને અનેક સ્વભાવવાળી માની છે. વળી સામાન્ય એક અને અનાદિ અનંત માન્યું છે.
તેથી પ્રત્યેક વસ્તુ કથંચિત્ ભિન્ન અને અભિન્ન સાબિત થાય છે. એ ન્યાયે બધા જીવો તથા તેના સ્વભાવો, ઈતર જીવો અને સ્વભાવોને સાપેક્ષ માનવા જોઈએ. સામાન્યમાં વિશેષ અને વિશેષમાં સામાન્ય અવિનાભાવે રહેલા છે. તેથી વિશ્વ સમગ્ર પરસ્પર સંબંધિત છે, એમ માનવું જોઈએ.
ધર્મ-ચિંતન ૦ ૧૬૩