________________
નવકારને દાન
શ્રીનવકાર આપણને જે કાંઈ આપવા ચાહે છે તે લેવાની શક્તિ આપણા હાથમાં કે શરીરમાં નહિ. પરંતુ મનમાં છે.
એટલે આપણે શ્રીનવકારને બધું આપવા છતાં મન ન આપીએ ત્યાં સુધી તેની પાસેથી આપણે બહુ થોડું પામી શકીએ.
મનના પાત્રમાં જ શ્રીનવકારનું દાન સમાઈ શકે તેમ છે. ‘નમો’ પદમાં સન્માનના દાનનો ભાવ રહેલો છે.
સન્માનના દાનથી ચઢીયાતું બીજું કોઈ દાન નથી.
પરંતુ સન્માનનું દાન એટલે શું તે ખાસ વિચારવા જેવું છે.
જે ક્રિયામાં સહુથી અગત્યનો ભાગ મન ભજવે છે એવા સન્માનના દાનમાં મન આખું સન્માન્યની માલિકીનું બની જતું હોય છે.
જેના મનમાં શ્રીનવકાર હોય તેને સંસાર શું કરી શકે ?' એવું જે શાસ્ત્રવચન છે તેનું રહસ્ય એ સમજાય છે કે, પોતાના વિચારનું ઊંચામાં ઊંચું માધ્યમ જે ‘મન’ કહેવાય તેનું પણ જે આત્મા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક દાન કરી શકતો હોય તેના ઉપ૨ અહંભાવરૂપી સંસાર તથા તથાપ્રકારનાં નિમિત્તો કયા માધ્યમ દ્વારા- આક્રમણ કરી શકે ?
શ્રીનવકારની આરાધનાના મંગલમય અનુષ્ઠાન પાછળ લાખોની સંપત્તિનો યથાર્થ સર્વ્યય કરનારા ભાગ્યશાળીને પણ દશ મિનિટ માટે પોતાના મનનું શ્રીનવકારને દાન કરવાનું કહેવામાં આવે છે તો તે આંચકો અનુભવે છે અથવા કહે છે કે, ‘પ્રયત્ન કરું છું, નક્કી કશું ન કહી શકું.'
આમ થવાનું કારણ એ છે કે, આજે આપણા મન અને આપણા પોતા પ્રત્યેના ગાઢ રાગ વચ્ચે ‘અભેદ દશા' જેવી સ્થિતિ પ્રવર્તે છે.
અને તેથી જ શ્રીનવકારના જાપ સમયે રાગનો જાપ જપાઈ જાય છે. અથવા કહો કે રાગનો જાપ સહજ લાગે છે અને શ્રીનવકારનો જાપ ખૂબ જ કઠીન લાગે છે. પોતાના સ્વાર્થને પ્રણામ કરવાની અનાદિકાલીન વૃત્તિના કારણે આમ થતું.
હોય છે.
૧૫૬ ૦ ધર્મ-ચિંતન