________________
‘નમો અરિહંતાણં' બોલતાંની સાથે આપણા પ્રાણોમાં શ્રીઅરિહંત પરમાત્માના ભાવની અસર શરૂ થવી જોઈએ.
‘નમો સિદ્ધાણં’ બોલતાંની સાથે જીવતત્ત્વ પ્રત્યેનો આપણો ભાવ, અસલરંગમાં આવવો જોઈએ.
એકાએક આવું શી રીતે બની શકે ?
‘એકાએક' શબ્દને જ્યારે-ત્યારે આગળ કરવો પડે છે તે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને આપણે બરાબર ઓળખતા નહિ હોવાની નિશાની છે.
જગતના બધા જીવોના મંગલને જે ભાવ તેઓશ્રી આપી રહ્યા છે, તેનો આપણને સાધારણ ખ્યાલ પણ આવી જાય તો આપણે બચાવની દલીલનો આસરો શોધ્યા સિવાય, દિન-રાત તેઓશ્રીના તે ઉપકારોને પાત્ર બનવાની વિવેકપૂર્વકની જાગૃતદશામાં રહેવાના શક્ય સઘળા પ્રયત્નો કરીએ. તે ઉપકારને પાત્ર જગતના બધા જીવો પ્રત્યે ઊંચો ભાવ કેળવવામાં કશી કંજુસાઈ ન દાખવીએ.
દેવાધિદેવની નિઃસીમ કરુણાને પાત્ર જગતના જીવો પ્રત્યે સાચો ભાવ કેળવાય છે એટલે તે જીવોના અંતઃકરણમાં દેવાધિદેવના અસીમ ઉપકારોની યાદ તાજી કરાવવામાં આપણે નિમિત્તભૂત બની શકીએ છીએ, તેમ જ જેમના ઉપકારોની કોઈ સીમા નથી તે પરમાત્મા શ્રીઅરિહંતદેવના ઉપકારોને પાત્ર બનવાની દિશામાં આપણે ડગ ભરીએ છીએ તેમ નક્કી થાય છે.
જેને તેને પોતાની જ ઓળખાણ કરાવામાંથી ઊંચો નહિ આવનારો આત્મા, જગતના બધા જીવોને દેવાધિદેવના પરમતારક શાસનની ઓળખાણ ન જ કરાવી શકે.
આપણી આજુબાજુમાં આપણા પોતાના પ્રત્યેના ભાવના જે થર્ડના થર જામી ગયા છે તેને દૂર કર્યા સિવાય નહિ આપણે શ્રીનવકાર સાથે ભાવસંબંધ બાંધી શકીએ, નહિ જગતના બધા જીવોના હિતમાં આપણા શ્વાસોચ્છવાસને સાર્થક કરી શકીએ.
શ્રીનવકાર સાથેનું આપણું સગપણ, ભાવથી ત્રિભુવનનાં સઘળા જીવોના સગપણને દીપાવવાની આપણા આત્માની યોગ્યતાનો સબળત૨ પુરાવો છે.
એવા શ્રીનવકારનો આરાધક પોતાના ભાવથી ત્રિભુવનપતિના ભાવની એટલી નજીકમાં રહેતો હોય છે કે, તેના શિરોભાગે સિદ્ધશીલાનું અજવાળું ઘણી વાર જોવા મળે છે. તે અજવાળામાં જીવતત્ત્વ પ્રત્યેનો ઊંચામાં ઊંચો ભાવ સમાયેલો હોય છે. એ ભાવની અસર નીચે એકાદ વાર પણ આવી જવાય તો જીવતર ધન્ય ધન્ય બની જાય. એવી તો અસર હોય છે એ ભાવની કે આ લોકમાં પણ મહિનાઓ સુધી તેં તાજીને
૧૫૦ ૭ ધર્મ-ચિંતન