________________
શ્રીનવકારની આરાધના
મહામંત્ર શ્રીનવકારની આરાધના એટલે પોતા પ્રત્યેની મમતા (મહામોહ)ને જીતવાનું સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન.
કાદવમાં ખૂબ ઊંડે સુધી ખૂપી ગયેલા પ્રાણીને બહાર કાઢવામાં જે અગત્યનો ભાગ થાંભલો અને રસી ભજવે છે તેના કરતાં અનંતગુણો અધિક ભાગ પોતાના જ વિચાર અને ધ્યાનમાં જગતના સર્વ જીવોથી તેમજ તે જીવોના પરમ ઉપકારી એવા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની અચિંત્ય તારકતાથી અલગ પડી ગયેલા જીવને ઉપયોગ દશામાં લાવવામાં શાશ્વત મંત્ર શ્રીનવકાર ભજવે છે.
નવકાર નકારે છે કર્તવ્યના અહંકારને, મમતાના મારક વિચારોને, આવકારે છે દેવાધિદેવની નિઃસીમ કરુણાના પરમપ્રભાવને, તે પ્રભાવમાં રહેલી અમાપ * તારકશક્તિને.
આપણું કર્તવ્ય શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પરમ મંગલમય ભાવને આપણામાં ઉઘાડવાનું છે, આપણા આત્માની સાથે જોડાઈને રહેતા આવેલા મિથ્યાભાવને ઓગાળવાનું છે.
મહામોહજન્ય આપણો તે ભાવ જેમ જેમ ઓગળતો જાય છે, તેમ તેમ આત્માના ભાવને સક્રિય બનવાનું ક્ષેત્ર વિસ્તરતું જાય છે. જીવનો જીવ પ્રત્યેનો સદ્દભાવ સ્વાભાવિક બનતો જાય છે, સ્વાર્થને જપવાનો તેમ જ પૂજવાનો મોહ ઘટતો જાય છે, સર્વ જીવોના હિતની ભાવના આપણા આત્માના હિતના અંગભૂત બનતી જાય છે. પરહિતની મૌલિક ચિંતાવિહોણું જીવન આપણને ખરેખર ભારરૂપ લાગે છે:
ત્રણ જગતને પૂજય એવા શ્રીઅરિહંત પરમાત્માને પૂજવાની સાચી શક્તિ તે ભાવમાંથી જન્મે છે.
શ્રીઅરિહંત પરમાત્મા એટલે કોણ તેનું અલૌકિક દર્શન તે પછી જ થાય છે. જેઓશ્રીના નિર્મળ આત્માના પ્રત્યેક પ્રદેશમાં જીવ માત્રના કલ્યાણનો સર્વોચ્ચ ભાવ એ રીતે હસતો હોય છે, જે રીતે શરદપુનમની રાતના હૃદયમાં અજવાળું હસતું હોય છે. પુનમની રાતના અજવાળાની આ ઉપમા પણ શ્રીઅરિહંત પરમાત્માના પરમ પ્રભાવની તુલનામાં ખૂબ નાની પડે છે, કારણ કે તેઓશ્રીના આત્માના ભાવની યથાર્થ તસ્વીર કોઈ છદ્મસ્થ જીવ દોરી શકતો જ નથી. તેમ છતાં શ્રીનવકારની એકનિષ્ઠાપૂર્વકની આરાધનાના પ્રભાવે ઉઘડેલા તેના હૃદય કમળમાં તેઓશ્રીના નિઃસીમ ઉપકારની જે
૧૫ર ધર્મ-ચિંતન