________________
વિશ્વ વ્યવસ્થા
(પોતા પ્રત્યેના મહામોહને ટાળી, સર્વજીવોના કલ્યાણની માતા એવી ધર્મમહાસત્તાને સન્મુખ થવાની તેમ જ તે સન્મુખતા કેળવવામાં શ્રીનવકાર અને સામાયિક કેટલી અમાપ સહાય બક્ષે છે તે હકીકત આ લેખમાં અસરકારક રીતે વણાયેલી છે. સર્વજીવોના કલ્યાણની સર્વોચ્ચ ભાવનાને શરણે જવાની વૃત્તિને પકવવામાં લેખમાંની ઉષ્મા ખૂબ જ સહાયભૂત નીવડે તેમ છે. સં.) વિશ્વવ્યવસ્થા
(Cosmos and not chaos)
સૂક્ષ્મ વિચાર કરનારને સમજાય છે કે વિશ્વમાં વ્યવસ્થા (cosmos) છે, અવ્યવસ્થા (Chaos) નથી.
આ વ્યવસ્થાના મૂળમાં સર્વ જીવોનું હિત કરનારી કોઈ શક્તિ કાર્ય કરે છે. આ શક્તિ ધર્મ છે.
ધર્મ કાલ્પનિક વિચારતરંગ (Imaginary Concept) માત્ર નથી. “ધર્મ સક્રિય શક્તિ (Active force) છે, દિવ્ય બળ (Divine Power) છે. ધર્મ વિશ્વની વ્યવસ્થા ચલાવનારી “મહાસત્તા' છે.
અધર્મ કરતાં ધર્મનું બળ વિશેષ છે. અંધકાર કરતાં પ્રકાશનું બળ વિશેષ છે. અન્યનું અહિત ચિંતવનારા અનેક દુષ્ટો કરતાં સર્વનું હિત ચિંતવનારાં એક સપુરુષની શક્તિ વિશેષ છે.
અને તેથી વિશ્વ વ્યવસ્થામાં વિકાસનો ક્રમ (Comic Evolution) સદા સર્વદા ચાલુ છે.
આ વિકાસનો ક્રમ ચાલે છે, તેનું કારણ જગતના સર્વ જીવોનું હિત ઇચ્છનારા મહાસત્ત્વો ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં હશે. ધર્મની સક્રિય શક્તિ પ્રગટાવનારા મહાસત્ત્વો વિશ્વમાં ત્રણેય કાળમાં હોય છે.
આ અનેક મહાત્માઓની શ્રેષ્ઠ ભાવનાનો પુંજ ત્રણે લોકમાં ત્રણ કાળમાં ધર્મમહાસત્તારૂપે કાર્ય કરે છે. સમગ્ર જગતના પરમ ઉપકારી આ મહાસત્ત્વો આધ્યાત્મિક શક્તિના મહાકેન્દ્ર (Transmiters of Spiritual Energy) છે. આ મહાશક્તિ પોતાને સહાયક બને તે માટે સાધકે યોગ્યતા કેળવવી પડશે.
૮૪૦ ધર્મ-ચિંતન