________________
શ્રીપરમેષ્ઠિ ભગવંતોનો સાચો પરિચય તેમની આરાધના વિના ન થાય. શ્રદ્ધાભક્તિયુક્ત એકાગ્ર મનથી જપ એ તે આરાધનાનું પ્રથમ પગથિયું છે. તેની સાથે ગુરુમુખે એમનું વિશેષ સ્વરૂપ શ્રવણ જોઈએ. એથી અનુપ્રેક્ષા કરવાની મહાન શક્તિ આત્મામાં પ્રગટ થાય છે. તે અનુપ્રેક્ષા શ્રીપરમેષ્ઠિ ભગવંતોના સ્વરૂપને અનુક્રમે સ્પષ્ટ કરતી જાય છે. નવકારમાં દેવ-ગુરુ-ધર્મ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) છે. નવકારનું સ્મરણ એના સ્મરણરૂપ બનવું જોઈએ. સ્મરણ એટલે દિલનાં સમર્પણ.
૬. સામાયિક અને પરાર્થવૃત્તિ :- ઉપરના સાધનોથી મન, વાણી અને દેહ પવિત્ર બને છે, કર્મમલ ઘટે છે અને સામાયિકનો ભાવ પ્રગટે છે. શ્રીપરમેષ્ઠિ ભગવંતોનો પરિચય જેમ જેમ યથાર્થ થતો જાય છે, તેમ તેમ સ્વાર્થભાવ ઓગળતો જાય છે અને પરાર્થભાવ વૃદ્ધિ પામે છે અને જેમ સ્વાર્થભાવ ઓગળતો જાય છે અને પરાર્થભાવ વધતો જાય છે, તેમ તેમ પરમેષ્ઠિ ભગવંતોનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થતું જાય છે. સ્વાર્થભાવથી વ્યક્તિ પોતાને તેમ જ અન્યને કેવી હાનિ કરે છે, જયારે પરાર્થ ભાવવડે પોતાનું તેમ જ સૌનું કેવું હિત થાય છે, એ સમજવું પડશે. પરમેષ્ઠિના પરિચયથી એ સમજાય છે, પરાર્થભાવની વૃદ્ધિ એ સમત્વનું સામાયિકભાવનું અવંધ્ય કારણ છે. સમત્વ વધતાં સાધક-સાધ્ય વચ્ચેનું અંતર ઘટતું જાય છે.
૭. મોક્ષ માર્ગ :- નવકાર પરમેષ્ઠિનો, પંચપરમેષ્ઠિ ચાર શરણાંનો. ચાર શરણાં સામાયિકનો અને સામાયિક મોક્ષનો પરિચય કરાવે છે. નવકારવડે સર્વ જીવોનું હિત જેમાં છે, એવો માર્ગ દેખાય છે અને સામાયિક વડે તે તે માર્ગ આચરાય છે. મહામંત્રના જાપ અને સામાયિક-સ્વાધ્યાય અનુપ્રેક્ષા (ચિંતન) વડે આધ્યાત્મિક સમૃદ્ધિના ભંડાર ખૂલે છે.
૮. અક્ષરોનો પ્રકાશ અને સૌનું હિત :- ઉપર કહેલાં સાધનોને એકત્ર કરીને જ્યારે નવકારના અક્ષરો હૃદયમાં પ્રકાશમાન જોવા મળે છે, ત્યારે તેમાં તે સફળ બનતો જાય છે. સતત પ્રયત્નથી અક્ષરોનો પ્રકાશ વધતો જાય છે અને તે પ્રકાશ દ્વારા તેનું હૈયું સર્વ જીવોના કલ્યાણમાં ઓતપ્રોત બને છે.
૯. અરિહંતનો દેહ :- શ્રીનમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો એ જાણે શ્રીઅરિહંત પરમાત્માનો દેહ છે. સાક્ષાત્ જાણે શ્રીઅરિહંત પરમાત્મા વિદ્યમાન હોય અને આપણે તેમની ભક્તિ કરીએ, તેમ નવકારની પણ ભક્તિ કરવી જોઈએ.
૧૦. રતિ-પ્રેમ :- નમસ્કારમાં રતિ-પ્રેમ થવો જ જોઈએ. તે વિના જ્ઞાન-ચારિત્ર અને તપ સાધનો સફળ થતાં નથી. મોક્ષદાતા શ્રીપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવાની રતિ ન થઈ, તો ભવવર્ધક વિષયો પરની રતિ-આદર નહિ ખસે. ને ત્યાં સુધી જીવન નિષ્ફળ છે. જેને શ્રીપરમેષ્ઠિ ભગવંતો પર અનન્ય પ્રેમ જાગ્યો તેનું બધું સફળ છે. એ
૧૨૬ • ધર્મ-ચિંતન