________________
* વનરાજ ઘાસમાં મોં ન ઘાલે, તેમ જનરાજ (જૈન) ઘાસ સરખા સ્વાર્થ સામે લમણો વાળતાં પણ શરમાય, એવો વિચાર તેના ભાવને જબ્બર આંચકો આપે.
પ્રભુજીના શાસનનો છેલ્લા પચીસસો વર્ષનો ઇતિહાસ આ વાતની સાખ પૂરે છે.
ત્રિભુવનમણિશા નવકારને નમનારું મન, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને પોતાના આવાસમાં ભાવથી પધરાવનારું મન, જયારે ક્ષુદ્ર સ્વાર્થને સલામ કરવા પ્રેરાય, એકલપેટા અહંને આલિંગવા માટે અર્ધ અર્ધ થઈ જાય ત્યારે તે મનનો શ્રીનવકાર સાથેનો સંબંધ કયા પ્રકારનો ગણાય ?
ઔપચારિક કે ભીતરનો ? આપની પૂંટીમાં છે શું?
અનંત સંસાર વધારનારી વાસનાઓના ગોટા કે ત્રિભુવનને અજવાળનારી ભાવનાનો ઉજાસ ?
આ બેમાંથી કોની સોબતમાં આપણને વધુ ફાવે છે. તેનો પાકો નિર્ણય આપણે અનંત ઉપકારી શ્રીજિનેશ્વરભગવાનની આજ્ઞાની સાખે કરવો જોઈએ.
આપણું હૈયું કહે છે કે આપણે ઊંચે જવાને બદલે નીચે ગયા છીએ. * આપણા પરિણામમાં ચોર પેસી ગયા છે.
શ્રીનવકાર સરખા પૂજ્યતમ મહામંત્ર સાથે રમત કરતા મનને આજ આપણે અટકાવી શકતા નથી.
શ્રીજિનેશ્વરભગવાનની ભક્તિમાં ભવનો નાશ કરવાની ઊંચામાં ઊંચી શક્તિ છે એ હકીકતને પણ આપણે બુદ્ધિના ગજ વડે માપવાનો પ્રયત્ન કરીએ છીએ.
ભવ (સ્વાર્થ)ને જરા પણ ઘસારો ન પહોંચે તેવી આરાધનાનો પક્ષ હજી પણ આપણને ગમે છે.
- ભવને ભેટવા જતાં આપણા ભાવમાં જે ઉલ્લાસ હોય છે તે ઉલ્લાસ શ્રીનવકારને ભેટવા જતી વખતે મંદ કેમ પડી જાય છે?
મતલબ કે આપણું હૈયું શ્રીનવકારને અર્પવાની આપણી તૈયારી નથી. તેને આવવું હોય તો ભલે આવે ને આંગણામાં આંટા-ફેરા મારે.
ઉપકારી ભગવંતો ફરમાવે છે કે આપણા સઘળા પ્રાણોનો પૂરો નમસ્કાર, શ્રીનવકારને નથી પહોંચતો ત્યાં સુધી તે પ્રાણોમાં પચી ગયેલું અહંકારરૂપી વિષ બરાબર નીચોવાઈને બહાર નથી નીકળી શકતું.
ધર્મ-ચિંતન ૧૪૧