________________
આપણું મન શ્રીનવકારને બદલે સ્વાર્થને જ યાદ કરતું હોય તો આપણો નમસ્કાર, શ્રીનવકારજાપના યથાર્થ પરિણામથી વંચિત રહે. . દૂધ, ઘી કે મરી-મસાલામાં ભેળસેળ નથી નભતી, તો નમસ્કારમાં ભેળસેળ થાય તે કેમ નભી શકે ?
ભેળસેળવાળા નમસ્કારનું પરિણામ પણ ભેળસેળવાળું જ આવે. સો ટચના શુદ્ધ નમસ્કારનું ફળ તે મોક્ષ. હું'ને સાથે લઈને કોઈ મોક્ષમાં ગયું નથી, કોઈ જવાનું પણ નથી.
જ્યારે આપણે શ્રીનવકાર પહેલાં હું'ને સ્થાપી દઈએ છીએ. એટલે આપણો નમસ્કાર પહેલાં તો ‘ને જ થાય છે.
શ્રીઅરિહંત પરમાત્માનો દાસ, શ્રીઅરિહંત પરમાત્માની સર્વજીવહિતકર, ભાવનાનો નમ્ર આરાધક ગણાય. - તેના બધા પ્રાણ તે સર્વોત્કૃષ્ટ ભાવના માટે દિનરાત વલવલતા હોય, આરાધનાજન્ય-મહાસત્ત્વની સતત વર્ષા સિવાય તેને ચેન ન પડે.
કેવળ સ્વાર્થના વિચાર, પ્રાણોની પવિત્રતાને દૂષિત કરે છે. દૂષિત થયેલા તે પ્રાણી જગતના બધા જીવોને ભાવદાન કરવાની પાત્રતા ગુમાવી દે છે.
ઉપકારી ભગવંતો ફરમાવે છે કે શ્રીનવકારનું પ્રયોજન સહજમળનો હ્રાસ અને તથાભવ્યત્વનો પરિપાક છે. કર્મના સંબંધમાં આવવાની અનાદિકાલીન જીવની યોગ્યતા
તે સહજમળ છે અને મુક્તિના સંબંધમાં આવવાની જીવની અનાદિકાલીન યોગ્યતા તે . ભવ્યત્વ છે. નવકાર વડે બંને કાર્ય સિદ્ધ થાય છે.
અનાદિકર્મસન્તાનબદ્ધત્વના કારણે જીવમાં કર્મના સંબંધમાં આવવાની સહજ યોગ્યતા છે–તે જ પાપનું બીજ છે. એ યોગ્યતાનો નાશ કરી જીવની મુક્તિગમન યોગ્યતા વિકાસવવી એ શ્રીનવકારનું શાસ્ત્રીય પ્રયોજન છે. સહજમળની જેમ જીવનો ભવ્યત્વભાવ પણ અનાદિકાલીન છે. તેનો પરિપાક કરવો–થવો તે જ સર્વમંગળોનું મૂળ - મંગળ છે. એટલે સહજમળનો હ્રાસ અને ભવ્યત્વનો પરિપાક એ બે કાર્યની સિદ્ધિ માટે શ્રીનવકારના અનુષ્ઠાનનું વિધાન છે.
સહજમળના ફૂાસનો અને તથાભવ્યત્વના પરિપાકનો સંકલ્પ હૃદયમાં રાખીને શ્રીનવકાર ગણવામાં આવે તો જ તેનું શાસ્ત્રપ્રતિપાદિત ફળ નિષ્પન્ન થાય.
ધર્મ-ચિંતન : ૧૪૫