________________
શ્રીનવકારની સાધનાના અંગો શ્રીકાંતિલાલ મોહનલાલ પારેખ (કિરણ)
(આ લેખમાં મંત્રાધિરાજ શ્રીનવકારની સાધનામાં રસ, વેગ અને એકાગ્રતા વધારવાના અતિ અગત્યના મુદ્દાઓ આલેખવામાં આવ્યા છે. સં.).
- ૧. માહાભ્ય:- શ્રીનવકારને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પિલ્લામાં જગતના અન્ય સર્વ સુખના ઉપાયોને મૂકવામાં આવે તો પણ નવકારનું પલ્લું નીચે જ રહે. શાસ્ત્રકાર મહર્ષિઓની આ વાણીમાં કાવ્યમય ઉપમા નથી પણ ભારોભાર સત્ય છે. એ સત્ય જેમ જેમ સાધકને સમજાતું જાય છે, તેમ તેમ તેની સાધનાનો વેગ વધતો જ જાય છે. નવકારના શબ્દ દેહમાં પરમેષ્ઠિનો આત્મા રહે છે. પંચપરમેષ્ઠિનો મંત્ર નવકાર છે, યંત્ર સિદ્ધચક્ર છે અને તંત્ર સામાયિક છે. શ્રીમહાનિશીથ સૂત્ર કહે છે નવકાર સ્મરણથી ચિંતવ્યું, પ્રાચ્યું અને પ્રારંભ્ય સિદ્ધ થાય છે.
૨. સત્ય :- નવકારનું સત્ય શાશ્વત છે, તે ક્યારેય જૂનું થતું નથી. જે જુનું થાય તે સત્ય નહિ. સત્યમાંથી તો નિત્ય નવા નવા અર્થો પ્રગટ થાય છે અને સાધક જે શોધે છે, તે તેમાંથી મળી રહે છે. ' ૩. શ્રદ્ધા - નવકારમાંથી ઇખ્રિતને મેળવવા માટે તેને મનમાં વસાવવો પડશે. જીભ તેને ગણતી હોય એટલા માત્રથી તે મનમાં વસ્યો છે, એમ ન કહી શકાય, નવકારના પ્રકાશને હૈયા સુધી પહોંચાડવા માટે તેના અચિંત્ય સામર્થ્યમાં શ્રદ્ધા જરૂરી છે, શ્રદ્ધામાં અસીમ બળ છે, તે મન, વચન અને કાયાના યંત્રોને જબ્બર વેગ આપે છે. શ્રદ્ધા દ્વારા જ આપણામાં નવકારના અસીમ બળને સમજવાની શક્તિ પ્રગટશે. મંત્રસિદ્ધિ માટે શ્રદ્ધા અનિવાર્ય છે. માનસિક સંકલ્પશક્તિ શ્રદ્ધાની વિદ્યુતવડે અચિંત્ય કાર્યો કરે છે. શ્રદ્ધેયમાં યુક્તિ કે ચમત્કારની રાહ ન જોવાય. માનવદેહ હોવો, શ્રેષ્ઠ સાધનો હોવાં અને શ્રદ્ધા ન હોવી આથી વિશેષ દુઃખદ શું છે?
૪. આધ્યાત્મિક ભાષા :- શ્રદ્ધાની સાથે ભક્તિ પણ અત્યંત આવશ્યક છે હૃદયના ઉંડાણમાંથી જ્યારે ભક્તિનો અકૃત્રિમ સ્રોત વહે છે, ત્યારે ઉપાસના અવશ્ય સફળ થાય છે. જ્યારે શ્રદ્ધા અને ભક્તિ સાથે એકાગ્રતાપૂર્વકનો જપ, નિષ્કામ તપ, કૃતજ્ઞતા, ગુણાનુરાગ તત્ત્વચિંતન ભળે છે, ત્યારે જ અંતરમાં અનેરો પ્રકાશ અનુભવાય છે. નવકાર સાથે આધ્યાત્મિક ભાષામાં વાત શ્રદ્ધા અને ભક્તિ દ્વારા થાય છે. સમજી રાખવું કે સંસારનું કારણ જેમ રાગ દ્વેષ, તેમ નવકારની અભક્તિ પણ ખરી.
૫. પરિચય :- નવકારની સાધનામાં વેગ લાવવા માટે પંચપરમેષ્ઠિઓને સારી રીતે સમજવા પડશે. વ્યક્તિને મળવા માત્રથી તેનો પદાર્થ પરિચય ન થાય તેમ
ધર્મ-ચિંતન- ૧૨૫