________________
મિથ્યાત્વ અને અજ્ઞાનનો મળ નમસ્કારભાવથી જ કપાય છે.
પોતાને સાચી રીતે ઓળખવા માટે અહંકારભાવ જવો જોઈએ. જ્યાં સુધી અહંકારભાવ છે, ત્યાં સુધી પોતાની કે અન્યની, કોઈ વસ્તુની કે ગુણની સાચી ઓળખ શક્ય જ નથી.
જ્યાં સુધી અહંકારભાવ છે, ત્યાં સુધી આપણા વિચારોમાં સંતુલન (Judgement of Values) નથી.
જ્યાં સુધી અહંકારભાવ છે, ત્યાં સુધી સમ્યજ્ઞાન નથી. નમસ્કારભાવવડે અહંકારભાવ જાય છે, તિરસ્કારભાવ જાય છે.
નમસ્કારભાવવડે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટે છે. “પોતાને ઓળખ” (Know They self)નું પૂર્વાર્ધ નવકાર છે, ઉત્તરાર્ધ સામાયિક છે.
પ્રાથમિક ઓળખાણ, જાણપણું સમ્યગ્દર્શન-જ્ઞાન વડે છે, નવકાર વડે છે. પૂર્ણ જાણપણું સમર્પણભાવ પછીના તાદાત્મ્યભાવ વડે છે. સમ્યક્ ચારિત્ર વડે છે. સર્વવરિત સામાયિક વડે છે.
મિથ્યાત્વ ટળ્યા વિના આત્મતત્ત્વનો પરિચય થતો નથી. અવિરતિ ટળ્યા વિના આત્મતત્ત્વનો અનુભવ થતો નથી.
નવકારવડે મિથ્યાત્વ ટળે છે.
સામાયિકવડે અવિરિત ટળે છે.
પોતાને ઓળખવા માટે નમસ્કારભાવ અનિવાર્ય છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે સમત્વભાવ અનિવાર્ય છે.
ધર્મને શરણે જવાથી તે ધર્મની અનંત તારકશક્તિનું શરણું મળે છે, જે શક્તિનો સામનો કરી શકે એવી કોઈ શક્તિ, ત્રિભુવનમાં કોઈ કાળે હોતી નથી.
૧૨૪ ૦ ધર્મ-ચિંતન