________________
શ્રીનવકારની ભેટ
સર્વના મંગલનો ભાવ છે વિશ્વની ચાલાક મહાશક્તિ. તેને મહાકરુણા પણ કહી શકાય અને ભાવદયા પણ કહી શકાય.
એ ભાવનું સર્વોત્કૃષ્ટ કેન્દ્ર છે શ્રીનવકાર.
શ્રીનવકારની શાશ્વતતાનું પ્રધાન કારણ છે, તેમાં બિરાજમાન શ્રીપંચપરમેષ્ઠિભગવંતોનો શાશ્વત અને સર્વોચ્ચ આત્મભાવ.
ભાવ જેટલો શ્રીનવકા૨, દ્રવ્યરૂપે પણ અજોડ છે, અનુપમ છે.
એટલે તેનાં પહેલાં પાંચ પદો કરતાં સહેજ પણ ઓછું ચૂલિકાનાં તેનાં ચાર પદોનું મહત્ત્વ નથી.
દ્રવ્યરૂપે જેવો તે સંકલનામાં અજોડ છે, તેવો ભાવરૂપે તે કલ્યાણપ્રદાયકતામાં અદ્વિતીય છે.
એટલે દ્રવ્યથી થતો જાપ દ્રવ્યકર્મોને તોડે છે અને ભાવથી થતો તેનો જાપ આત્માના ભાવશત્રુઓના બળને ક્ષીણ કરે છે.
દ્રવ્ય જાપથી જેટલા પ્રમાણમાં અશુભદ્રવ્ય કર્મો જર્જરિત થાય છે, તેના કરતાં અસંખ્યાતગુણા અશુભ ભાવમાંથી પેદા થાય છે. એટલે ભાવ વગરનો દ્રવ્ય જાપ ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા' જેવી આપણા આત્માની હાલત કરી મૂકે.
આપણે એમ માનતા રહીએ કે અમે બરાબર જાપ કરીએ છીએ એટલે અમારા અંતરાયો તૂટવાના જ. આ માન્યતા ફલવાનાં લક્ષણો ન દેખાય એટલે શ્રીનવકા૨ પ્રત્યેનો આપણો ભાવ દિનપ્રતિદિન મોળો પડતો જાય. અને તેના દ્રવ્ય જાપના પ્રભાવે જે થોડો ઘણો લાભ આપણા આત્માના ભાવને પહોંચતો હોય તે સર્વથા બંધ થઈ જાય. મન-વચન-કાયાની કોઈ પણ ચેષ્ટા એવી નથી કે જેની વ્યક્તિ અને વિશ્વને અસર ન થતી હોય.
એટલે કંટાળા કે નિરાશા સિવાય શ્રીનવકારના બની જવા માટે આપણે સઘળા શક્ય પ્રયત્નો કરવા જોઈએ.
કારણ કે શ્રીનવકારભક્તિ સિવાય કોઈનોય અહંકાર ઓગળતો નથી.
અહંકાર એટલે નાની જાતનું મોટી જાતને પીડન.
નાની જાત એટલે ‘હું.'
મોટી જાત એટલે ‘મહાકરુણા.’
૧૩૬ ૦ ધર્મ-ચિંતન