________________
' ઉપકરણો પ્રત્યેનો આપણો ભાવ શ્રીનવકાર પ્રત્યેના આપણા ભાવ ઉપર તથા પ્રકારની અસર પહોંચાડે જ છે.
જીભ એકલી જ નહિ. પરંતુ મને બરાબર શ્રીનવકાર ગણતાં શીખી જાય તે તરફ આપણું લક્ષ્ય રહેવું જોઈએ.
એટલે મોટો ભાઈ, નાના ભાઈને કવિતા શીખવાડે તેમ આપણે મનરૂપી આપણા લઘુબંધુને સદ્ભાવપૂર્વક શ્રીનવકાર શીખવાડવો જોઈએ.
મન શ્રીનવકારમાં પરોવાય છે એટલે બધી ઇન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત થાય છે.
તારુનું શરીર ભીંજાયા સિવાય ન રહે તેમ શ્રીનવકારમાં પ્રવેશેલા પ્રાણી પણ શુભભાવવડે ભીંજાય જ. જો ન ભીંજાય તો સમજવું કે આપણા પ્રાણોનો અધિક ભાગ શ્રીનવકારની બહાર રહે છે.
શ્રીનવકારની બહાર જન્મ, જરા અને મૃત્યુ છે. શ્રીનવકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે.
શાશ્વત સુખ પ્રત્યેનો આપણો યથાર્થ પક્ષપાત, આપણને સહુને વહેલા-વહેલા શ્રીનવકારના અચિંત્ય અંતસ્તેજના પક્ષકાર બનાવો.
જીવનમાં સદ્ધર્મ રત્નને મેળવવાની તાલાવેલી, જાણવાની ઉત્કટભૂખ અને આચરવા માટે જરૂરી અપ્રતિમ વીર્ય તે તે જીવોને ત્યારે જ પ્રાપ્ત થાય છે,
જ્યારે તેમના તથાભવ્યત્વનો પરિપાક થાય છે. જેટલા અંશે તથાભવ્યત્વ પાકે નહિ તેટલે અંશે સદ્ધર્મ પ્રતિ શ્રદ્ધા ન જાગે, જ્યાં સુધી શ્રદ્ધા ન જાગે ત્યાં સુધી વીર્ય ફોરવવાનું પરાક્રમ ન આવે.
આ તથાભવ્યત્વનો પરિપાક શ્રી શાસ્ત્રકાર ભગવંતોએ દુષ્કૃત ગહ, સુકૃતનું સેવન અને ચઉશરણગમનથી કહ્યો છે. સંક્લેશના કાળમાં આ ત્રણે યોગોનું વારંવાર સેવન કરવાનું અને શાંતિના સમયમાં ત્રણ કાળ કરવાનું કહ્યું છે.
ધર્મ-ચિંતન : ૧૩૫