________________
શુદ્ધ થઈને, શ્વેત વસ્ત્રો પહેરીને,
શ્રીનવકાર કેમ ગણીશું
સાનુકૂળ ભૂમિતલ પ્રમાર્જીને,
આસન બાંધીને,
પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ બેસીને,
સુતરની શ્વેત માળા લઈને,
શ્વેત કટાસણું પાથરીને,
ઉણોદરીવ્રતના પાલનપૂર્વક,
ચિત્તને ‘શિવમસ્તુ સર્વ જગતઃ'ની ભાવના વડે વાસિત કરીને.
દ્રષ્ટિને નાસિકા અગ્રે સ્થાપીને,
ધીરે, ધીરે તેનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે તેવી રીતે આપણે શ્રીનવકારનો જાપ કરવો જોઈએ.
જાપનો સમય એક જ રાખવો જોઈએ.
માળાની સંખ્યા પણ ચોક્કસ રાખવી જોઈએ. એટલે કે પાંચ માળા ગણવાના નિયમવાળો પુણ્યશાળી આત્મા છ ગણી શકે પણ પાંચથી ઓછી તો નહી જ.
જાપ માટેની માળા બદલવી ન જોઈએ.
જાપ સમયે શરી૨ હાલવું ન જોઈએ. કમ્મર વળી જવી ન જોઈએ.
માનસજાપમાં હોઠ બંધ રહેવા જોઈએ તેમ જ દાંત ખુલ્લા રહેવા જોઈએ. ઉપાંશુજાપમાં હોઠનો ફફડાટ વ્યવસ્થિત રહેવો જોઈએ.
ભાષ્યજાપમાં ઉચ્ચાર તાલબદ્ધ રહેવો જોઈએ.
જાપ પૂરો થાય તે પછી ઓછામાં ઓછી પાંચેક મિનિટ સુધી આંખો બંધ કરીને તે સ્થળમાં બેસી રહેવું જોઈએ.
એમ કરવાથી જાપજન્ય સત્ત્વની સ્પર્શનાનો અદ્ભુત યોગ સધાય છે અને ક્યારેક ભાવસમાધિની અણમોલ પળ જડી જાય છે.
જાપ માટેનાં ઉપકરણોને પૂરેપૂરા બહુમાનપૂર્વક પવિત્ર જગ્યામાં રાખવાં જોઈએ. ૧૩૪ ૦ ધર્મ-ચિંતન