________________
સર્વ નિરપેક્ષ સ્વનું હિત, “બીજાનું ગમે તે થાઓ મને સુખ મળો.” એ વિચાર , સાચા હિત પ્રત્યે લઈ જનારો નથી જ. ઉર્વીકરણની ક્રિયા
(Process of Sublimation) જો રાગદ્વેષ ટળે તો મુક્તિ મળે.
જીવને પોતાના સુખ ઉપર રાગ છે, પોતાના દુઃખ ઉપર દ્વેષ છે. સ્વ (પોતા) વિષયક આ રાગદ્વેષ આર્તધ્યાનનું બીજ છે. આ બીજ અનાદિકાળથી જીવમાં રહેલું છે. આ બીજનો ક્ષય કરવો કપરો છે.
રાગ-દ્વેષને લીધે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોથી વિમુખતા રહી છે. રાગ-દ્વેષને લીધે ધર્મમહાસત્તા પ્રત્યે સન્મુખતા આવી નથી. ધર્મ સાથે સંબંધ બંધાયો નથી, સગપણ થયું નથી.
રાગ-દ્વેષનું ઉન્મેલન ઉર્વીકરણની પ્રક્રિયા (Process of sublimation) વડે સરળ બને છે.
અહીં ઉર્વીકરણની પ્રક્રિયા શું છે?
અનાદિકાળથી જીવે સ્વ (પોતા)નો વિચાર કર્યો છે. હવે “સ્વ”ને સ્થાને “સર્વ”નો વિચાર કરવો પડશે. સર્વ નિરપેક્ષ સ્વના વિચાર વડે માત્ર સ્વાર્થવૃત્તિને પોષણ મળ્યું છે “સર્વ”ના હિતના ભાવ વડે સર્વ પાપોના મૂળરૂપ સ્વાર્થવૃત્તિ પરાર્થવૃત્તિમાં પલટાતી જશે. સ્વનું હિત પરાર્થવૃત્તિમાં રહેલું છે એ સમજાશે.
મૈયાદિ ભાવનાઓ આ સ્વાર્થવૃત્તિના, અહં અને મનના બંધનમાંથી મુક્ત થવામાં જીવને સહાયક બને છે.
ઉર્વીકરણની અતિ અગત્યની આ પ્રક્રિયા દર્શાવતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કે,
दुस्थां भवस्थिति स्थेम्ना सर्वजीवेषु चिन्तयन् ।
निसर्ग सुखसर्गं ते-ष्वपवर्गं विमार्गयेत् ॥ ચાર ગતિમાં રહેલા સર્વ જીવો માટે ભવસ્થિતિ, સંસારવાસ-સંસારમાં રહેવું એ દુઃખનો હેતુ છે, અત્યંત દુઃખદાયક છે. એ રીતે સંસારની દુઃખમય સ્થિતિનો સ્થિરતાપૂર્વક વિચાર કરતો શ્રાવક, ભાવના ભાવે કે “સર્વ જીવો સંસારના સર્વ દુઃખોથી મુક્ત બની જયાં સ્વાભાવિક રીતે નિરતિશય સુખ છે, એવો મોક્ષ પ્રાપ્ત કરો. અર્થાત્ સર્વ જીવોને કેવળ સુખથી જ ભરપૂર એવો મોક્ષ મળો.”
૯૨ધર્મ-ચિંતન