________________
પહેલાં હૃદયભૂમિમાંથી દુર્ભાવોનું ઝેર દૂર કરવું પડશે.
શ્રીનવકારની સાધના મનમાં આવતા દુર્ભાવોને ઓછા કરે છે, દૂર કરે છે. સાધના દરમિયાન દુર્ભાવો આવે તેની ગ્લાની હોય, દુ:ખ હોય, દુર્ભાવો કરવાના ન હોય, પોષવાના ન હોય.
સર્વ જીવો પ્રત્યે સદ્ભાવ
શ્રીનવકા૨ના અનુષ્ઠાનને હું વૈજ્ઞાનિક પ્રયોગ એ માટે કહું છું કે નવકારનો આરાધક પોતાની જાતને પ્રત્યેક પળે તપાસે.
મારો અહંકાર કેટલો ઘટે છે ?
ઇર્ષા, ક્રોધ, દ્વેષના દુર્ભાવો કેટલા ઓછા થાય છે ?
શ્રીપરમેષ્ઠિ નમસ્કાર વડે મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યસ્થના ભાવો કેટલા વધે છે ?
કમલ, સાધનાની શરૂઆતમાં દુર્ભાવો ભલે ન જાય પરંતુ દુર્ભાવો હોવાની વેદના જાગવી જોઈએ. દુર્ભાવો સદ્ભાવોમાં કઈ રીતે પલોટાય તેની મથામણ થવી જોઈએ.
દુર્ભાવોનું મૂલ આપણી અશુભ ઇચ્છાઓ છે.
“મને જ સુખ મળો અને મારું જ દુઃખ ટળો” આ ઇચ્છા સૌથી વધુ કનિષ્ટ કોટિની અને સૌથી વધુ પીડાકારક છે.
આ અયોગ્ય અને અઘટિત ઇચ્છા વડે અનેક પ્રકારની પીડાઓ જીવ અનુભવે છે. કેવળ પોતાના જ સુખ દુઃખ સંબંધી તીવ્ર સંક્લેશના અશુભભાવમાંથી સર્વ દુર્ભાવો જાગે છે.
સર્વ દુર્ભાવોને દૂર કરનાર ભાવ ધર્મ છે.
આહારની અયોગ્ય ઇચ્છાઓમાંથી મુક્ત થવા માટે તપ ધર્મ છે. અર્થની અયોગ્ય ઇચ્છાઓમાંથી મુક્ત થવા માટે દાન ધર્મ છે. કામની અયોગ્ય ઇચ્છાઓમાંથી મુક્ત થવા માટે શીલ ધર્મ છે. સર્વ દુર્ભાવોથી મુક્ત થવા માટે ભાવ ધર્મ છે.
અસદ્ વિચારોમાંથી બચવા માટે શુભ ભાવનાનો માર્ગ શ્રેષ્ઠ છે.
કમલ, સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો, સંપૂર્ણ સુખી થવાનો, શ્રીનમસ્કારની સાધના સફળ કરવાનો અમોઘ ઉપાય મૈત્યાદિ પ્રશસ્ત ભાવનાઓ છે.
જેમ કાંટાથી કાંટો કાઢી શકાય છે, તેમ કનિષ્ટ કોટિના અધમ સ્વાર્થી ભાવને ઉત્તમ કોટિની પ્રશસ્ત ભાવનાઓથી દૂર કરી શકાય છે.
આપણે માત્ર પોતાના જ સુખ કે દુઃખની ચિંતા કરવાને ટેવાયેલા છીએ અને ધર્મ-ચિંતન - ૧૦૭