________________
શ્રીનમસ્કાર મહામંત્રનું દર્શન-૨
(આ પત્ર-લેખ, દુર્ભાવ-સદ્ભાવ, વિવેક, માનસિક પ્રામાણિકતા, અનુષ્ઠાનરહસ્ય તેમ જ સામાન્ય ઇચ્છા અને પોલાદી ઇચ્છાશક્તિ પર સુંદર પ્રકાશ ફેંકે છે. લેખમાંના ભાવને ઠેસ ન વાગે તેવી માવજતભરી તેની ભાષા છે. સં.)
(૨) વૈજ્ઞાનિક પ્રયોગ
પ્રિય કમલ,
તારો પત્ર મળ્યો છે.
સાધનાના આરંભકાળમાં અસદ્ વિચારો ઉભરાય તેથી ભય પામવાનું નથી. પરંતુ દુર્ભાવને સદ્ભાવ મનાવવાની–માનવાની બાલીશ ચેષ્ટા સાધનામાં હાનિકારક છે. અહંભાવને સ્વમાનનું ગૌરવ માનવું, દૃષ્ટિરાગને ધર્મપ્રેમ માનવો, ઝનુનને દઢતા માનવી, વિગતોને જ્ઞાન માનવું-એ બધું સાધના માર્ગમાં જબ્બર વિઘ્નરૂપ છે.
માનસિક પ્રામાણિકતા સાધનામાં અતિ અગત્યની છે. આરાધક પોતાની સમજણ અનુસાર પ્રામાણિકપણે સત્યને સમજવાનો પ્રયત્ન કરે.
અને સત્ય સમજણના આ પ્રયત્નમાં સર્વ જીવોના હિતનો ભાવ જાગૃત રાખે. પોતાના એકાંત મત તરફ યુક્તિને ખેંચવાની ચેષ્ટા કરનાર સત્યને નહિ પામી
શકે.
ભાવશૂન્ય તીક્ષ્ણ બુદ્ધિ બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલી આકર્ષક જણાતી હોય, તો પણ સાધના દષ્ટિએ તેનું કશું જ મૂલ્ય નથી. સાચી બુદ્ધિ તે છે કે જે સદ્ધસ્તુ પ્રત્યે, સટ્વસ્તુને સિદ્ધ કરનાર યુક્તિ પ્રત્યે સદ્ભાવ જગાડે.
સાધનામાં સદ્ભાવનું મહત્ત્વ ઘણું છે.
કમલ, સદ્ભાવો પ્રગટાવવાની આપણી ઇચ્છા (Wishings) છે, પરંતુ ઇચ્છાશક્તિ (Will Power) નથી.
ઇચ્છાશક્તિના અગ્નિ વિના આપણા સર્વ પ્રયત્નો સાધના માર્ગમાં ગોકળગાયની ગતિના રહેશે.
આત્મવીર્યની અતિ મંદ સ્ફુરણા
આરાધના માટેના આપણા પ્રયત્નો ચાલુ છે, એ વાતનો આનંદ છે પરંતુ આ મંદ ગતિમાં આપણો સંતોષ છે, એ વાતની વેદના છે.
સાધના માર્ગ પરની આપણી મંદ ગતિથી, (With very low speed, the Soul
ધર્મ-ચિંતન ૦ ૧૦૯