________________
આવશે. હજી એકડો તો ઘૂંટવા દો.
હું પણ હજી એકડો ઘૂટું છું. હું સ્વીકારું છું કે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આપણે ઘુંટવું તો પડશે જ. પરંતુ એકડાનું મહત્ત્વ માત્ર એકડામાં નથી, અન્ય અંકો સાથેના તેના (Relation) સંબંધમાં છે.
અક્ષરોનું મહત્ત્વ પણ એકબીજા સાથેના સંબંધમાંથી અર્થને પ્રગટાવવામાં છે. સર્વ અંકો અને સર્વ અક્ષરો આપણે પ્રયત્નપૂર્વક શીખવા પડશે. એકેયની ઉપેક્ષા કર્યા વિના, સર્વનું યોગ્ય મહત્ત્વ સમજીને.
મને દુઃખ છે–પારાવાર દુઃખ છે. તે ઠંડા પડેલા લોખંડને ટીપવાનું છે–નિષ્ક્રિય મનથી “એકડો” અને સદાય માત્ર “એકડો” જ ઘુંટવાનું છે.
શરૂઆતમાં માત્ર સામાન્ય ઇચ્છા (Wishing) ચાલશે. પછીથી, ઇચ્છાશક્તિ (Will) પ્રગટવી જોઈએ. માત્ર ઇચ્છાશક્તિ સતત જાગૃતિ પ્રગટાવશે, આગળનો પંથ . અતિ દુષ્કર છે. ત્યાં સતત જાગૃતિ વિના એકેય પગલું શક્ય નથી. જુદાજુદા “અનુષ્ઠાન” લોખંડને ટીપવા માટે–આકાર આપવા માટે છે, સતત જાગૃતિની ભઠ્ઠીમાં “અપ્રમાદ"નું સુવર્ણ પાકે છે.
કમલ, તારા જીવનમાં તું નવકારની સાધના સમજણ અને શ્રદ્ધાપૂર્વક કરે, પ્રીતિ અને ભક્તિપૂર્વક કરે, અનિવાર્ય જરૂરિયાતરૂપે કરે, વૈજ્ઞાનિક પ્રયોગરૂપે કરે.
परोपकारः सततं विधेयः, स्वशक्तितो ह्युत्तमनीतिरेषा ।' न स्वोपरकाराच्च स भिद्यते तत तं कुर्वतैतद् द्वितीयं कृतं स्यात् ॥
- ઉપદેશરત્નાકર–પીઠિકા શ્લો૦ ૧૩. ભાવાર્થ :- પોતાની શક્તિ અનુસાર પરોપકાર હંમેશા કરવો જોઈએ, કારણ કે એ ઉત્તમ પુરુષોની નીતિ છે. પરોપકાર એ પોતાના ઉપકારથી જુદો નથી. માટે પરોપકાર કરનાર વડે સ્વઉપકાર અને પરઉપકાર બને કરાય છે. .
I
૧૧૨ - ધર્મ-ચિંતન