________________
Energy is not raised and the goal remains unattained) અતિ મંદ પ્રયત્નને લીધે આત્મવીર્યની સ્ફુરણા થતી નથી અને સાર્થક પરિણામ દેખાતું નથી. કંઈને કંઈ લાભ થશે જ, એ સંતોષમાં આપણે કાળ નિર્ગમન કરીએ છીએ.
આરાધકે વારંવાર વિચારવાનું છે કે આટલો જાપ થયો તો મનની ચંચળતા કેટલી ઓછી થઈ ? આટલું તપ થયું તો કષાયો કેટલા ઘટ્યા ? આટલો સ્વાધ્યાય થયો તો ચિત્તશુદ્ધિ કેટલી પ્રગટી ?
દુર્ભાવોને સદ્ભાવોમાં પલટવા માટે કનિષ્ટ સ્વાર્થભાવને ઓછો કરી જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ, એ ભાવ કેળવવો પડશે.
અનુષ્ઠાન કરનારા આપણે જો નિત્યજીવનમાં સ્વાર્થી, નિષ્ઠુર દુર્ભાવોથી ભરેલા જ હોઈએ, તો આ દુર્ભાવો ઘટાડવા આપણે સતત પ્રયત્નશીલ થવું પડશે. આ આધ્યાત્મિક બિમારી દૂર કરવા પ્રયત્ન કરવો પડશે.
ક્યારેક તો અનુષ્ઠાન વખતે જે વેગ હોય છે, તેટલોય વેગ અનુષ્ઠાન પૂરું થયા પછી જીવનવ્હેણમાં દેખાતો નથી. અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે આપણામાં જે આનંદ, ઉત્સાહ અને એકાગ્રતા હોય છે, તે સામાન્ય જીવનમાં શા માટે ટકી રહેતા નથી ?
શું આપણે જાણતા નથી કે “અનુષ્ઠાનો” અને “ધાર્મિક ક્રિયાઓ” આપણા સમગ્ર જીવનને ઊંચે લાવવા માટે છે ? શું આપણે ધાર્મિક ક્રિયાઓ વેઠરૂપે કે માનસિક સંતોષ માટે કરીએ છીએ ? પરલોકનું ભાતું બાંધવા કરીએ છીએ ? શું સુખની લાલચ કે દુઃખના ભયને લીધે કરીએ છીએ ?
કેમ જાણે આપણા અનુષ્ઠાનો અને ધાર્મિક ક્રિયાઓને જીવન સાથે કંઈ સંબંધ ન
હોય !
આવા પ્રકારની આપણી બિમારીનો ગંભીરપણે આપણે કંઈ વિચાર કર્યો છે ? લોખંડનો ટુકડો
“પ્રત્યેક સત્ પ્રવૃત્તિ ગમે તેટલી મંદ હોય, તો પણ કંઈને કંઈ લાભ અવશ્ય કરે જ છે.”—આ સત્ય હું સ્વીકારું છું.
પરંતુ આ સત્ય (Cosmic vier-point) વિશ્વદૃષ્ટિનું છે. વિકસિત અવસ્થામાં સમજાય તેવું છે.
(Individual view-point) પ્રત્યેક આરાધકનું વ્યક્તિગત સત્ય મારું વ્યવહાર સત્ય આ રહ્યું, આ હોવું જોઈએ.
“સમય ઓછો છે. વિઘ્નો ઘણાં છે. મહામુશ્કેલીએ માનવભવ મળ્યો છે. મારા સમગ્ર બળથી ત્વરાએ “કાર્ય” સાધી લઉં.’
૧૧૦ ૦ ધર્મ-ચિંતન