________________
શ્રીજિનેશ્વર ભગવંતની પૂજા કરનાર મનોવાંછિત ફળ પામે છે અને તેમની આશાતના કરનાર દુર્ગતિને પામે છે. અહીં મનોવાંછિત ફળ કોણ આપે છે અને દુર્ગતિ કોણ આપે છે, તેની શાબ્દિક ચર્ચાને સ્થાન નથી. શ્રીજિનેશ્વરની સેવા કે શ્રીજિનેશ્વરની વિરાધના પ્રત્યક્ષ ફળ આપનારા છે, એ નિઃસંદેહ છે.
જેવી રીતે વિજળી તેની યથાવિધિ સેવા કરનારને પ્રકાશ, ઉષ્ણતા વગેરે ઇચ્છિત ફળ આપે છે. એ જ વિજળી સાથે અયોગ્ય વર્તનાર તત્કાલ મૃત્યુ પામે છે.
વિજળીની વિરાધનાથી દ્રવ્ય મૃત્યુ પ્રાપ્ત થાય છે. ધર્મમહાસત્તાની વિરાધનાથી ભાવ મૃત્યુ પ્રાપ્ત થાય છે.
આવી વિરાધના, વિમુખતા, ઉપેક્ષા જાણે અજાણે પણ ન થઈ જાય તે માટે પ્રત્યેક ભવભીરુ મનુષ્ય અત્યંત સાવધ રહેવું જોઈએ.
ધર્મની ઉપેક્ષા એટલે પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતોની ઉપેક્ષા છે, તેમણે દર્શાવેલા મોક્ષમાર્ગની ઉપેક્ષા છે.
મૈત્ર્યાદિ ભાવોની ઉપેક્ષા એટલે સર્વસત્ત્વોના હિતની ઉપેક્ષા, ધર્મની ઉપેક્ષા. શ્રીતીર્થંકરોનું તીર્થંકરત્વ સર્વસત્ત્વોના હિતની ભાવનામાંથી જન્મ્યું છે. તેથી સર્વ સત્ત્વોના હિતની ભાવનાને તીર્થંકરોની ભાવમાતા કહી શકાય.
સર્વ સત્ત્વોની હિતની ભાવનાનો તિરસ્કાર એટલે જિનમાતાનો તિરસ્કાર. “જિનમાતા શું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છેદ.’
આ ઉક્તિ દર્શાવે છે કે સર્વ સત્ત્વ હિતાશયની ભાવના પ્રત્યે ખેદ કરનાર નિગોદને પ્રાપ્ત કરશે.
વનસ્પતિ—વૃક્ષો એટલે ઉંધે મસ્તક રહેવાની સજા. નિગોદ એટલે મસ્તક છેદની
સજા .
અહીં નિસર્ગનો અનુગ્રહ-નિગ્રહનો નિયમ કાર્ય કરે છે. ધર્મમહાસત્તાને અનુસરનારી પ્રબળ એવી કર્મસત્તા કાર્ય કરે છે.
બહિરાત્મભાવ અને અંતરાત્મભાવ
જ્યાં સુધી સર્વ નિરપેક્ષ માત્ર પોતાનો જ વિચાર છે, ત્યાં સુધી બહિરાત્મભાવ છે. જ્યારે સર્વસાપેક્ષ સ્વનો વિચાર પ્રગટે છે, ત્યારે અંતરાત્મભાવ આવે છે.
બહિરાત્મભાવ ટાળી અંતરાત્મભાવ જગાડવાનો છે. આપણા દુર્ભાવોને સદ્ભાવોમાં પરિણત કરવાના છે.
ભાવોના ઉર્દીકરણની પ્રક્રિયા (Process of Sublimatior). દર્શાવતા શાસ્ત્રકાર ધર્મ-ચિંતન ૦ ૯૫