________________
શ્રીનમસ્કાર મહામંત્રનું દર્શન-૧
શ્રીકાંતિલાલ મોહનલાલ પારેખ (કિરણ) (સમર્પણભાવમૂલક ફુરણાઓના મંગલ, મનોહર ચિત્ર જેવો આ પત્ર-લેખ એના શાશ્વતપદપ્રદાયક મહામંત્ર શ્રીનવકારને માફકસરની આંતર્ સ્થિતિ સર્જવામાં અવશ્ય પ્રેરણાદાયી બની રહે એવી સ્વાભાવિક તેની ગુણવત્તા છે. તેની સપાટીની ભીતરમાં ઝળહળતા ભાવને ભાવ આપવાથી તેનો સ્પષ્ટ અનુભવ થાય તેમ છે. સં.)
કલ્પવૃક્ષ બીજારોપણ પ્રિય કમલ,
તારા પત્રો મળ્યા છે. પ્રત્યુત્તરના વિલંબ માટે ક્ષમા કરજે. શ્રીનમસ્કાર મહામંત્રની સાધના માટે તારો રસ વધતો જાય છે તે જાણી આનંદ !
મારા પત્રો તારા આંતર વિકાસમાં સહાય કરે એમ ઇચ્છું છું. પરંતુ ક્યારેય ના ભૂલીશ કે પત્રો માત્ર સમજણ આપી શકે. તે સમજણ તારી પોતાની થયા વિના વિકાસ શક્ય નથી.
શ્રીનમસ્કાર મહામંત્ર સંબંધી સમજણને ભાવમાં પલોટવી પડશે. મારા પત્રો જો માત્ર વિગતરૂપે વંચાશે તો કંઈ અર્થ નહિ સરે.
તારી વ્યક્તિગત આરાધનાને વેગ મળે એ હેતુથી હું લખું છું. અને તેથી મારા પત્રોમાં કયારેક પરમ ઉપકારી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ધ્યાન સંબંધી તો કયારેક અશ્રાવ્ય ધ્વનિવિજ્ઞાનની અચિંત્ય શક્તિ સંબંધી, ક્યારેક માર્ગોનુસારિતાના ગુણો એટલે માનવતા કેળવવા સંબંધી તો કયારેક ડૉ. આઇન્સ્ટાઇનને સમજાયેલા વિશ્વ સિદ્ધાંત Unified Field Theory ક્યારેક વિચારોની અદ્ભુત અસર સંબંધી તો ક્યારેક સાધના માર્ગના વિદ્ગો સંબંધી વેરવિખેર સામગ્રી લખાય છે.
એકાદ વિચારકણ જો તારી ભાવધારાને શુદ્ધ કરવામાં સહાયક બનશે તો મારું લેખન હું સાર્થક ગણીશ.
જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ કૂંચી એક જ છે અને તે સ્યાદ્વાદ દષ્ટિ છે.
આ લેખન સ્યાદ્વાદ દૃષ્ટિથી વાંચજે. સમગ્ર વિચાર અંશો જયાંથી પણ મળે ત્યાંથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરજે. સ્વત્વનું ઉદ્ઘકરણ શ્રીનમસ્કાર મહામંત્રની સાધના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પ્રયોગ છે.
૧૦૪ - ધર્મ-ચિંતન