________________
સાધનાની પ્રથમ ભૂમિકા
(પીઠ પોતા તરફ અને માં શ્રીજિનેશ્વર ભગવંતોની ભાવમાતા તરફ રાખીને આરાધના કરવાની મૌલિક અને મંગલમય ફુરણા–આ લેખમાં જીવંતપણે ઝળહળી રહી છે. તેને અપાયેલો ભાવ સાર્થક થશે એવી શ્રદ્ધા છે. સં.) સાધનાની પ્રથમ ભૂમિકા
ત્રણ ભુવનમાં એકાંત હિતકર અને એક માત્ર સહાયક બળ જો કોઈપણ હોય તો તે ધર્મ છે, ધર્મમહાસત્તાનું બળ છે.
આપણે આ ધર્મમહાસત્તાને અનુસરવું પડશે. આ ધર્મમહાસત્તાની સન્મુખ રહેનાર, તેને અનુસરનાર અનુગ્રહ પામે છે અને તેનાથી વિપરીત પણે વર્તનાર નિગ્રહ પામે છે.
ધર્મમહાસત્તાની સન્મુખ થનારના ભય, દ્વેષ અને ખેદ તત્કાળ નાશ પામે છે.
જેઓ ધર્મથી વિમુખ છે તેમનામાં ભય, દ્વેષ અને ખેદ ભરેલા છે. ધર્મથી સન્મુખ થવાનું પ્રથમ પગલું “અભય, અદ્વેષ અને અખેદ” છે.
પૂજ્ય શ્રીઆનંદધનજી મહારાજ કહે છે કે“સેવન કારણ પહેલી ભૂમિકા અભય, અષ, અખેદ સંભવદવ તે ધુર સેવો સવેરે.” આપણામાં જે ભય, દ્વેષ અને ખેદ છે, તેના કારણો શું છે તે વિચારીએ.
કેવળ પોતાના જ દુઃખ નિવારવાની ઇચ્છા અને કેવળ પોતાનાં જ સુખની ચિંતા એ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું કેન્દ્ર છે. જે ભય દ્વેષ અને ખેદનું મૂળ કારણ (The Great cause) છે.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં અભય, અદ્વેષ અને અખેદ નહિ જાગે.
સર્વ નિરપેક્ષ માત્ર પોતાના જ સુખની પ્રાપ્તિનો અને માત્ર પોતાનું જ દુઃખ દૂર કરવાનો સ્વાર્થી વિચાર આપણને ધર્મથી વિમુખ રાખે છે, ધર્મમહાસત્તાથી વિમુખ રાખે છે. અનુગ્રહ અને નિગ્રહ
નિસર્ગનો એક અત્યંત મહત્ત્વનો નિયમ પ્રત્યેક આરાધકે મનન કરવાનો છે.
ધર્મમહાસત્તાને અનુસરનાર અનુગ્રહ પામે છે અને ધર્મમહાસત્તાથી વિમુખે રહેનાર પોતાની વિમુખતા વડે જ નિગ્રહ પામે છે.
૯૪. ધર્મ-ચિંતન