________________
બિમારને સોમલ આપવા તુલ્ય છે.
કૃતજ્ઞતા ગુણ (Seanse of Gratitude) અને પરોપકાર ગુણ (Sanse of Sacrifice) વિના ધર્મમહાસત્તાથી આપણે સદાય વિમુખ રહીશું.
આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા ઇચ્છનારે પ્રત્યેક ઉપકારીના નાના સરખા ઉપકારનું પણ મૂલ્યાંકન કરવું પડશે. જેમના અનંત ઉપકારો આપણા ઉપર છે એવા પરમોપકારી પરમાત્માઓ પ્રત્યે પરમ કૃતજ્ઞતા પ્રગટાવવી પડશે.
આપણે તો એટલા નિષ્કૃષ્ટ થઈ ગયા છીએ કે સર્વના ઉપકારો લેવા છે. પણ કોઈનેય ઉપકારી થવું નથી. માત્ર પોતાનું જ સુખ જોવું છે, બીજાના સુખદુઃખનો કંઈ વિચાર કરવો નથી. અન્યને આપણે ઉપકાર તો ભલે ન કરીએ, પરંતુ આપણી ઉપર થયેલા ઉપકારોને સ્વીકારવા પણ નથી.
આવી કૃતજ્ઞતા મહાપાતક છે, માનવભવ દુર્લભ બનાવનાર છે. ધર્મમહાસત્તાથી વિમુખ રાખનાર છે.
આવી કૃતજ્ઞતા એ ધર્મમહાસત્તા આપણને સહાયક બને તેમાં વિઘ્નરૂપ છે. નવકારનું સ્મરણ અને વિસ્મરણ
આરાધકે સર્વ પ્રથમ કૃતજ્ઞતા કેળવવી પડશે. કૃતજ્ઞભાવે એ નમસ્કારભાવનું બીજ છે અને નમસ્કારભાવ અહંકારભાવનો નાશ કરનાર છે અને અહંકારભાવ નાશ થયા વિના સમર્પણભાવ આવતો નથી.
- નવકારનું સ્મરણ એટલે પરમ ઉપકારીઓનું સ્મરણ, માત્ર આ ભવમાં નહિ પરંતુ ભવોભવમાં જેમનો ઉપકાર વાળી ન શકાય એવો છે તેમનું સ્મરણ. ''
નવકારનું સ્મરણ એટલે ધર્મમહાસત્તાની સન્મુખ થવું. નવકારનું સ્મરણ એટલે પરમ ઉપકારીઓ પ્રત્યેની કૃતજ્ઞતા.
શ્રીનવકારના સ્મરણથી પરમપુણ્ય પ્રગટે છે. નવકારના વિસ્મરણથી ઘોર પાપ બંધાય છે.
નવકારના સ્મરણથી મહાસૌભાગ્ય પ્રગટે છે. નવકારના વિસ્મરણથી દુઃસહ દૌર્ભાગ્ય ઉદયમાં આવે છે.
સર્વસત્તિઓની માતા નવકારનું સ્મરણ છે. સર્વ અસત્ વૃત્તિઓની માતા નવકારનું વિસ્મરણ છે.
૮૬ ૦ ધર્મ-ચિંતન