________________
વિશ્વકલ્યાણકર ભાવના
| (દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માની સર્વકલ્યાણકર ભાવના અને તેના સકળ લોક ઉપરના અસીમ ઉપકારોનું અસરકારક નિરૂપણ આ લેખની પંક્તિએ પંક્તિએ ઝળહળે છે. લેખકશ્રીના હૈયાનો ભાવ, લેખના પ્રત્યેક શબ્દમાં પૂરેપૂરો છલકાય છે. દેવાધિદેવ સાથેના આપણા ભાવસંબંધને સક્રિય બનાવવામાં આ લેખ સહાયભૂત નીવડે તેમ છે. સં.)
શ્રીતીર્થંકર પરમાત્માઓ ધર્મ સામ્રાજ્યના ચક્રવર્તી છે. ધર્મસામ્રાજ્યનું આ ચક્રવર્તિત્વ તેઓને સર્વ જીવોના પરમ કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવનામાંથી પ્રાપ્ત થયું છે. સર્વશ્રેષ્ઠ પરોપકારભાવ વડે પ્રગટ્યું છે.
જીવમાત્ર પ્રત્યેના તેમના વાત્સલ્યને માતાના વાત્સલ્યની સાથે પણ નહિ સરખાવી શકાય. એક માતા પોતાના જ બાળકનું પરિપૂર્ણ હિત ચિંતવે છે અને તે પૂર્ણ કેવળ ભૌતિક હોય છે, અથવા બહુ તો નૈતિક અને વિરલ પ્રસંગમાં જ આધ્યાત્મિક હોય છે.
શ્રીતીર્થકરો પ્રત્યેક જીવના આધ્યાત્મિક કલ્યાણને માતા કરતાં પણ અનંતગુણા વધારે ભાવથી ચાહે છે અને આ આધ્યાત્મિક કલ્યાણની ભાવના જ એવી છે કે જ્યાં સુધી તે ફળીભૂત ન થાય ત્યાં સુધી તેથી નૈતિક તથા ભૌતિક કલ્યાણ આનુષંગિક રીતે
અવશ્ય થયા કરે છે. તેથી “શ્રીતીર્થકરો જગતના જીવોને કેવળ મોક્ષસુખના દાતા છે.” , એમ નહિ, પણ એ ન મળે ત્યાં સુધી જીવમાત્રને અસંકિલષ્ટ સુખમય જીવન જીવવા
માટે જરૂરી સઘળી સામગ્રી મળવામાં પણ અસાધારણ કારણભૂત છે. આ જીવોના પુણ્યથી બધી સામગ્રી મળે છે એ કર્મનો નિયમ સાચો છે, તો પણ તે કર્મને શુભ બનાવનાર અથવા શુભ કર્મ કરવા માટેની પ્રેરણા ઉત્પન્ન કરનાર શ્રીતીર્થકરોનો અચિંત્ય પ્રભાવ, તેમની જીવમાત્ર પ્રત્યેની કલ્યાણભાવના અને તે ભાવનામાંથી નીપજેલા ધર્મતીર્થ સિવાય કોણ છે ? વિશ્વકલ્યાણકર ભાવના
શ્રીતીર્થકરોની ભાવનાને પહોંચી શકે એવી ભાવના જ્યાં સુધી બીજા કોઈની સાબિત ન થાય ત્યાં સુધી “વિશ્વ પર શાસન શ્રીતીર્થંકર પરમાત્માઓનું વર્તી રહ્યું છે.' તેમ માનવામાં લેશ પણ બાધા નથી. ઉલટું એમ ન માનવામાં જેમનો આપણા ઉપર અનંત ઉપકાર છે, એવા સર્વશ્રેષ્ઠ મહાશાસનનો દ્રોહ કરનારા આપણે થઈએ અને મહાશાસનનો દ્રોહ એટલે શ્રીતીર્થંકર પરમાત્માનો દ્રોહ, તેઓનો દ્રોહ એટલે તેમની વિશ્વકલ્યાણકર ભાવનાનો દ્રોહ !
ધર્મ-ચિંતન ૯