________________
૨૫
માટે આવેલા અને અઠ્ઠાઇની તપસ્યા સાથે આરાધન કરેલું. સ્વચ્છરીના આગલા દિવસે મહારાજશ્રીએ સૌ સાથે મળીને વાર્ષિક પ્રતિક્રમણ કરવાના ઉપદેશ આપેલે. સૌ મંજુર થયા અને તપાગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, સ્થાનકમાગી તેમજ એકાદ તરાપ’થી ભાઈ પણ પ્રતિક્રમણમાં જોડાયા અને થોડુ સહન કરીને પણ પ્રતિક્રમણની મજા રહી ગઈ. પારણા પછી મુંબઇ આવેલા મનસુખભાઇએ મહારાજશ્રીને કાગળ દ્વારા જણાવેલું કે :-~~
મુંબઈ, અમરેલી તથા બીજા શહેરોમાં સ્વચ્છરી પ્રતિક્રમણ ઘણા કર્યાં, પણ જે આનંદ, હૉલ્લાસ, મૈત્રીભાવ, વૈર શમનના ચિત્રા સુજાલપુર મડીમાં આપશ્રીની હાજરી દરમ્યાન જોયા, તે ખીજે કયાંય જોવા મળી શકયા નથી. જૈન સમાજને પ્રેરણા આપે તેવા રૂડા સમાચારો આપે ‘જૈન પત્ર ’માં આપવાની મનાઈ કરી, તેથી જ આપશ્રીનાં આંતર્ જીવનની સરળતા પરખાઈ જાય છે. કહેવું પડે છે કે ‘જ્ઞાનસ્ય ફલં વિરતિ ” આ સૂત્રને આપશ્રીએ જીવનમાં ચરિતાર્થ કર્યુ છે; તે માટે અંતઃકરણથી મારી વંદના સ્વીકારશે।.
.
"
આનાથી મીજી મંત્રીભાવના કઈ ?
સમાજના એકીકરણના પ્રસ્તાવ બીજો કયો ?
પન્યાસજીશ્રી ગ’ભીર વિદ્વાન હોવા છતાં તેમનું પ્રાકૃતિક જીવન મિતભાષી રહ્યું હોવાથી ભગવતી સૂત્ર જેવા મહાન ગ્રંથની ભેટ સમાજને આપી શકયા છે. શાસન દેવને પ્રાથના છે કે તે પ્રવૃત્તિશીલ બન્યા રહે.
લી.
અમૃતલાલ તારાચંદ દ્યાથી વ્યાકરણતીય