________________
સિવાય બીજા કામે ઉપયોગ કર્યો નથી. અતૂટ શ્રદ્ધાપૂર્વક તેઓ માને છે જૈન મુનિઓને વ્યાપારના ધોરણે તિષ; પત્રિકાઓ જન્મકુંડળીઓ, હાથ જેવા કે શખ, નાળીયેરના ધંધા કરવા મહાપાપ છે, પતન છે. અને શાસનને દ્રોહ છે. ઈત્યાદિ કારણે જ તેઓ ભગવતી સૂત્રના લેખનમાં મસ્ત છે.
પંન્યાસજીને અને મારે સંબંધ વિદ્યાક્ષેત્રમાં ગુરુશિષ્ય તરીકે રહ્યો છે. અને આજે પણ તેમણે સંબંધ ટકાવી રાખે છે. માટે કહી શકું છું કે તેઓ સરળ, વિદ્યાવ્યાસંગી અને ખૂબ જ પરિશ્રમી છે. નવરા બેસવામાં તેઓ સાધુતાનું પતન સમજે છે. માટે જ જ્યારે જાઓ ત્યારે તેઓ કંઈને કંઈ લખતાં-વાંચતા અને છેવટે ગોખતા જ હોય છે. આ અનુભવ મને એકલાને નહિ પણ ઘણાઓને થયે છે.
જીવનના ૨-૩ પ્રસંગે સૌને અનુકરણીય હોવાથી ટાંકી લેવામાં મને આનંદ થાય છે. - (૧) પ્રતાપગઢ (રાજસ્થાનમાં ગુમાનજીના મંદિરમાં પૂજ્ય પંન્યાસજી મહારાજનું ચાતુર્માસ હતું. એક દીગંબર મુનિજી પણ વર્ષાવાસ માટે પધાર્યા હતા. કાનજીસ્વામીને મત પ્રચારક એક જતિજી પણ ત્યાં આવ્યા હતા. દિગંબર મુનિજીને વિચાર પંન્યાસ સાથે ચર્ચા કરવાનું હતું અને બે ત્રણવાર પ્રયત્ન પણ કર્યો. પરંતુ પંન્યાસજીએ કહ્યું કે “હું ચર્ચા કરવામાં બહુ માનતા નથી કેમકે-આજ સુધી થયેલા વાદવિવાદનું કઈ પરિણામ આવ્યું નથી, તેથી એકેય વસ્તુને નિર્ણય થયો નથી. છેવટે બંને પક્ષે વિતંડાવાદમાં ઉતરી જાય છે અને કલેશનું કારણ બને છે, જેની સાક્ષીરૂપે સેંકડો હજા
લોકોથી ભરેલા ગ્રંથ મજૂદ છે. આના કરતાં પ્રતાપગઢમાં જેની સંખ્યા મોટી છે, સાધારણ જૈનેને તાંબર દિગબરને