________________
પ્રસ્તુત ગ્રંથના લેખકની ટૂંકી જીવની
દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીની ૭૪મી પાટને ઉજજવલ કરનારા શાસ્ત્ર વિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજને જન્મ રાજસ્થાનના પાલી જીલ્લા અન્તર્ગત સાદડી શહેરમાં થયો હતો, જે ગગનચુંબી જૈન મંદિરો અને શ્રદ્ધાશીલ શ્રાવકેથી સુશોભિત શહેર છે. તેને વડાવાસમાં રહેતા બાફના ત્રીય શેઠ નેમચંદજીના તેઓ સંસારી પુત્ર છે. તેમની માતાજીનું નામ મધીબેન હતું અને તેમનું સંસારી નામ પુખરાજ હતું.
યૌવનના પ્રારંભ કાળમાં તેમણે સંસારની નિઃસારતા જોઈ લીધી અને દીક્ષા લેવાની ભાવના જાગી. મનસ્વી પુરૂ ભાવનાને અમલમાં મૂકતા વાર લગાડતા નથી, તેથી તેઓ કરાંચીમાં બિરાજમાન મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે જઈ પોતાની દીક્ષા લેવાની ભાવનાને પ્રકટ કરી અને ખૂબ જ ધૂમધામથી વિક્રમ સં. ૧૯૪ના માગસર શુદિ ૧૦ના દિવસે દીક્ષા લીધી અને તેમનું નામ પૂર્ણાનંદવિજયજી રાખવામાં આવ્યું.
દીક્ષિત થતાંની સાથે જ તેમણે અભ્યાસમાં પોતાનું મન પરોવ્યું અને ગુરુ વચને પર અતૂટ શ્રદ્ધા હોવાથી તેઓશ્રીની આજ્ઞાનુસાર પંચ પ્રતિકમણ, ચાર પ્રકરણ, કર્મગ્રંથ,