________________
પ્રસ્તાવના તે ટૂંકી જ સારી એમ સમજીને પ્રસ્તુત પુસ્તક જ હૃદયંગમ કરવાની ભલામણ કરું છું.
આ ભાગમાં દ્રવ્યાનુયેગને કે ભય અને દિવ્ય પ્રજાને ઠાલવામાં આવ્યો છે. આવા આકર સમા દ્રવ્યાનુયેગથી ભર્યા ભર્યા ગ્રંથનું ચિંતન, મનન અને નિદિધ્યાસ કરતાં આત્મા કેટ કેટલા કર્મોની નિર્જરા કરી શકે છે તે સમજી શકાય તેવું છે.
ત્રીજો ભાગ પ્રકાશિત થયા પછી સહેજે ચેથા પાંચમ ભાગની અભિલાષા રહે છે. વિદ્વાન પંન્યાસજી મહારાજે પિતાના સમયને કે સદુપયોગ કર્યો છે, કેટલે પરિશ્રમ ઉઠા છે, કેટ કેટલા ગ્રંથનું દેહન–અવલેકન કર્યું હશે? સાચે જ તેઓ સાધુ ધર્મની ક્રિયામાં, આચાર વિચારમાં પ્રવૃત્ત રહી
સમાં મા વાયો” આ સૂત્રને ચરિત્રાર્થ કરી જીવનને અજવાળી રહ્યાં છે. તેઓ ભક્તોથી દૂર છે, નહિ તે આજે તે ઉંચા આવવું મુશ્કેલ છે.
છેલ્લે વિવેચન વિશારદ પંન્યાસજી મહારાજશ્રીને પુનઃ પુનઃ અભિનંદુ છું. સંશોધનની તક આપી મને સ્વાધ્યાય કરવાને લાભ આપવા બદલ આનંદ અનુભવું છું. પુનઃ પણ આવી અમૂલ્ય તક મને મળે તેવી અપેક્ષા રાખું છું. શ્રી પંન્યાસ પ્રવર પૂર્ણાનંદવિજયજી ગણવર દીર્ધાયુ જીવી શાસન પ્રભાવનામાં, સાહિત્ય પ્રચારના અને તાત્વિક લેખનના કાર્યમાં ઉત્તરોત્તર વૃદ્ધિ અને પ્રગતિ સાધતા રહે, નિજના કલ્યાણ સાથે પરનું કલ્યાણ કરતા રહે. “સ્વપર કાર્યાણિ સાદનેતીતિ સાધુઃ” આ વ્યાખ્યાને ચરિતાર્થ કરો એજ એક અંતરની અભિલાષા.
.
દહીસર તા. ૨૬-૬-૦૯
શ્રી લધિલક્ષ્મણસૂરિ શિશ
કીતિચંદ્રસૂરિ