________________
ભગવઇ - ૨/-/૧/૧૧૨ વળી હે સ્કંદક ! તને જે આ સંકલ્પ થયો હતો કે, જીવ કેવી રીતે મરે તો તેનો સંસાર વધે અને ઘટે ? તેનો ઉત્તર આ રીતે છે ઃ- હે સ્કંદક ! મેં મરણના બે પ્રકાર જણાવ્યા છે તે આ પ્રમાણે :- એક બાલમ૨ણ અને બીજું પંડિતમરણ. બાલમરણ એ શું ? બાલમરણના બાર ભેદ કહ્યા છે તે આ પ્રમાણે :- બલન્મરણ (તરફડતા મરવું) વશાર્તામરણ (શસ્ત્રાદિકના લાગવાથી) તદ્ભવમરણ (મરી ગયા બાદ પુનઃતેજ ગતિમાં આવવું) પહાડથી પડીને મરવું, ઝાડથી પડીને મરવું, પાણીમાં ડૂબીને મરવું, અગ્નિમાં પેસીને મરવું, ઝેર ખાઇને મરવું, ઝાડ વિગેરે સાથે ગળાફાંસાં ખાઇને મરવું, અને ગીધ આદિ જંગલી જાનવરો ઠોલે તેથી મરવું, હે સ્કંદક ! એ બાર પ્રકારના બાલમરણવડે મરતો જીવ પોતે અનંતવાર ના૨કીના ભવોને પામે છે. તિર્યંચ, મનુષ્ય, અને દેવગતિરૂપ, અનાદિ અનંત તથા ચાર ગતિવાળા સંસારરૂપ વનમાં તે જીવ રખડે છે. એ બાલમરણની હકીકત છે. પંડિતમરણ એ શું ? પંડિતમરણ બે પ્રકારનું કહ્યું છે. પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન પાદોપગમન એ શું ? પાદોપંગમન બે પ્રકારનું કહ્યું છે. નિિિરમ અને અનિરિમ એ બન્ને જાતનું પાદોપગમન મરણ પ્રતિકર્મ વિનાનુંજ છે. એ પ્રમાણે પાદોપગમન મરણની હકીકત છે ભક્તપ્રત્યાખ્યાન એ શું ? ભક્તપ્રત્યાખ્યાન મરણ બે પ્રકારનું કહ્યું છે. નિિિરમ અને અનિરિમ. એ બન્ને જાતનું ભક્તપ્રત્યાખ્યાન મરણ પ્રતિકર્મવાળુંજ છે. એ પ્રમાણે ભક્તપ્રત્યાખ્યાન મરણની હકીકત છે. હે સ્કંદક ! એ બન્ને જાતના પંડિતમ૨ણવડે મરતો જીવ પોતે નૈયિકના અનંત ભવને પામતો નથી, યાવત્ સંસારરૂપ વનને વટી જાય છે. એ પ્રમાણે મરતા જીવનો સંસાર ઘટે છે. એ પ્રમાણે પંડિત મરણની હકીકત છે. સ્કંદક ! એ-પૂર્વોક્ત બે પ્રકારના-મરણવડે મરતા જીવનો સંસાર વધે છે અને ઘટે છે.
૪૮
[૧૧૩] કાત્યાયનગોત્રીય સ્કંદકપરિવ્રાજક બોધ પામ્યો અને તેણે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે કહ્યું કે :- હે ભગવન્ ! તમારા મુખથી કેવળીએ કહેલ ધર્મને સાંભળવાને ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ ઠીક લાગે તેમ કર, વિલંબ ન કર. ત્યારે પછી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને અને ત્યાં મળેલી મોટી સભાને ધર્મ કહ્યો. પછી તે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજક શ્રમણ ભગવંત મહાવીરના મુખથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષ પામ્યો, સંતુષ્ટ થયો, યાવત્ વિકસિત હૃદયવાળો થયો અને પછી તેણે ઉભા થઇ, શ્રમણ ભગવંત મહાવીરને ત્રિઃપ્રદક્ષીણા દઇ આ પ્રમાણે કહ્યું કે :- હે ભગવન્ ! નિગ્રંથના પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું. પ્રીતિ રાખું છું. રુચી રાખું છું, સ્વીકાર કરું છું. હે ભગવન્ ! એ એ પ્રમાણે છે. એ રીતે છે. સત્ય છે. સંદેહ વિનાનું છે. તે ઇષ્ટ છે. તે ઇષ્ટ પ્રતીષ્ટ છે, જે તમે કહો છો. એમ કરીને તે સ્કંદક તાપસ શ્રમણ ભગવંત મહાવી૨ને વાંદે છે, નમે છે, પછી ઉત્તર પૂર્વની દિશાના ભાગમાં જઇને તે સ્કંદક પરિવ્રાજકે ત્રિદંડને, કુંડિકાને, યાવત્ ભગવા વસ્ત્રોને એકાંતે મૂક્યાં અને પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં આવી, શ્રમણ ભગવંત મહાવી૨ને ત્રણ પ્રદક્ષિણા કરી તે સ્કંદક પરિવ્રાજક આ પ્રમાણે બોલ્યા -
હે ભગવન્ ! ઘડપણ અને મોતના દુઃખથી આ સંસાર સળગેલો છે, વધારે સળગેલો છે જેમ કોઇ એક ગૃહસ્થ હોઇ અને તેનું ઘર સળગતું હોય, તથા તે સળગતા ઘરમાં તેનો બહુ મૂલ્યવાળો અને ઓછા વજનવાળો સામાન હોય, તે સામાનને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org