________________
શતક-૨, ઉદ્દેસો-૧
૪૭
પ્રશ્નોથી મુંઝાઇને તું મારી પાસે શીઘ્ર આવ્યો છું.’ હે સ્કંદક ! કેમ એ સાચી વાત છે ? હા, તે સાચી વાત છે. વળી હે સ્કંદક ! તારા મનમાં જે આ પ્રકારનો સંકલ્પ થયો હતો કે, ‘શું લોક અંતવાળો છે ? કે અંત વિનાનો છે ? તેનો પણ આ અર્થ છે ઃ- મેં લોકને ચાર પ્રકારનો જણાવ્યો છે. તે આ પ્રમાણે :- દ્રવ્યથી - દ્રવ્યલોક, ક્ષેત્રથી-ક્ષેત્રલોક, કાળથી-કાળલોક અને ભાવથી-ભાવલોક, તેમાં જે દ્રવ્યલોક છે તે એક છે અને અંતવાળો છે જે ક્ષેત્રલોક છે તે અસંખ્ય કોડાકોડી યોજન સુધી લંબાઇ પહોળાઇવાળો છે, તથા તેની પરિધિ અસંખ્ય યોજન કોડાકોડીનો કહ્યો છે અને વળી તેનો અંત છે, તથા જે કાળલોક છે તે કોઇ દિવસ ન હતો એમ નથી અને કોઇ દિવસ નથી એમ પણ નથી. તે હંમેશ હતો, હંમેશ હોય છે અને હંમેશાં રહેશે, તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તેનો અંત નથી. તથ જે ભાવલોક છે તે અનંત વર્ણપર્યવરૂપ છે, અનંત ગંધ, રસ અને સ્પર્શપર્યવરૂપ છે, અનંત સંસ્થાન પર્યાવરૂપ છે અનંત ગુરુલઘુ પર્યવરૂપ છે તથા અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે, વળી તે અંત નથી. તો હૈ સ્કંદક ! તે પ્રમાણે દ્રવ્યલોક અને અંતવાળો છે, ક્ષેત્રલોક અંતવાળો છે, કાળલોક અંત વિનાનો છે, અને ભાવલોક અંત વિનાનો છે. લોક અંતવાળો છે અને અંતવિનાનો પણ છે.
વળી હે સ્કંદક ! તને જે આ વિકલ્પ થયો હતો કે, શું જીવ અંતવાળો છે. કે અંત વિનાનો છે ? તેનો પણ આ ખુલાસો છે. યાવત્-દ્રવ્યથી જીવ એક છે અને અંતવાળો છે, ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશવાળો છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે, તથા તેનો અંત પણ છે. કાળથી જીવ કોઇ દિવસ ન હતો, એમ નથી, યાવ-નિત્ય છે અને તેનો અંત નથી, ભાવથી જીવ અનંત જ્ઞાન પર્યાયરૂપ છે, અનંતદર્શન પર્યાિયરૂપ છે, અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે અને તેનો છેડો નથી. તો હે સ્કંદક ! એ પ્રમાણે દ્રવ્યજીવ અંતવાળો છે, ક્ષેત્રજીવ અંતવાળો છે, કાળજીવ અંત વિનાનો છે, તથા ભાવજીવ અંત વિનાનો છે, વળી હે સ્કંદક ! તને જે આ વિકલ્પ થયો હતો કે, સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે ? તેનો પણ આ ઉત્તર છે-હે સ્કંદક ! મેં સિદ્ધિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે-દ્રવ્યથી સિદ્ધિ એક છે અને અંતવાળી છે, ક્ષેત્રથી સિદ્ધિની લંબાઇ પહોળાઇ પીસ્તાલીશ લાખ યોજનની છે, અને તેની પરિધી એક ક્રોડ, બેંતાલીશ લાખ, ત્રીસહજાર, બસોને ઓગણપચાસ યોજન કરતાં કાંઇક વિશેષાધિક છે. તથા તેનો અંત પણ છે. કાળથી સિદ્ધિ કોઇ દિવસ ન હતી એમ નથી, કોઇ દિવસ નથી એમ નથી. અને કોઇ દિવસ તે નહીં હશે એવું પણ નથી. તથા ભાવથી સિદ્ધિ ભાવલોકની પેઠે કહેવી. તેમાં દ્રવ્યસિદ્ધિ અને ક્ષેત્રસિદ્ધિ અંતવાળી છે, તથા કાળસિદ્ધિ અને ભાવસિદ્ધિ અંત વિનાની છે- સિદ્ધિ અંતવાળી પણ છે અને અંત વિનાની પણ છે. વળી હે સ્કંદક ! તને જે આ સંકલ્પ થયો હતો કે, સિદ્ધો અંતવાળા છે કે અંત વિનાના છે ? તેનો પણ આ ઉત્તર છે :- એહીં બધું આગળની પેઠે કહેવું. યાવત્-દ્રવ્યથી સિદ્ધ એક છે અને અંતવાળા છે, ક્ષેત્રથી સિદ્ધ અસંખ્ય પ્રદેશવાળા છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે,. તથા તેનો અંત પણ છે. કાળથી સિદ્ધ આદિવાળા છે અને અંત વિનાના છે તેનો અંત નથી ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યાયરૂપ છે, અનંત દર્શનપર્યાયરૂપ છે, યાવત્-અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે અને તેનો અંત નથી અર્થાત્ દ્રવ્યથી અને ક્ષેત્રથી સિદ્ધ અંતવાળા છે તથા કાળથી અને ભાવથી સિદ્ધ અનંત અંત વિનાના છે. સિદ્ધો અંતવાળા પણ છે અને અંત વિનાના પણ છે.
Jain Education International
13
For Private & Personal Use Only
www.jainelibrary.org