________________
શતક-૨, ઉદ્દેસો-૧
૪૫
વૈશાલિક શ્રાવક પિંગલક સાધુને કાંઇપણ ઉત્તર આપી શક્યો નહિ. અને ચુપચુપ બેઠો. તે વખતે વૈશાલિક શ્રાવક પિંગલક સાધુએ કાત્યાયન ગોત્રના સ્કંદક પરિવ્રાજકને બે ત્રણવાર પણ પૂર્વ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હે માગધ ! શું લોક અંતવાળો છે ? યાવત્-જીવ કેવી રીતે મરે તો તેનો સંસાર વધે અને ઘટે ? તું મારા એ પ્રશ્નોનો ઉત્તર આપ ? જ્યારે ફરીને પણ તે વૈશાલિક પિંગલ નિયે તે સ્કંદક તાપસને પૂર્વ પ્રમાણે કહ્યું ત્યારે પણ તે સ્કંદક તાપસ શંકાવાળો થયો, કાંક્ષાવાળો થયો, યાવત્ ક્લેશને પ્રાપ્ત થયો. પરંતુ કાંઇ જવાબ આપી શક્યો નહિં અને ચુપચાપ બેઠો. તે વખતે શ્રાવસ્તી નગરીમાં ત્રણ ખૂણાવાળા માર્ગમાં, મનુષ્યોની ગડદીવાળા માર્ગમાં, ચાલતી વખતે વ્યૂહરુપે ગોઠવાએલ મનુષ્યોવાળા સભા માર્ગમાં નીકળે છે.
ત્યાં અનેક મનુષ્યોના મુખથી શ્રીમહાવીરપ્રભુ આવ્યાની વાત સાંભળી કાત્યાયનગોત્રી સ્કંદક તાપસના મનમાં પોતાના વિષે સ્મરણરૂપ અને અભિલાષરૂપ આ પ્રકારનો વિચાર થયો કે, શ્રમણ ભગવંત મહાવી૨ કૃતંગલા નગરીની બહાર છત્રપલાસક નામના ચૈત્યમાં સંયમ અને તપવડે આત્માને ભાવતા વિહરે છે. માટે હું તેની પાસે જાઉં, શ્રમણ ભગવંત મહાવીરને વાંદું, નમસ્કાર કરું, અને શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને નમીને, તેઓનો સત્કાર કરીને તથા તઓને સન્માન આપીને અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, અને ચૈત્યરૂપ શ્રીમહાવીરની પ{પાસના કરીને આ એ પ્રકારના અર્થોને, હેતુઓને પ્રશ્નોને કારણોને, વ્યાકરણોને પૂછું તો મારું કલ્યાણ છે. એ નક્કી છે. એ પૂર્વ પ્રમાણે સ્કંદક તાપસે વિચારીને, જ્યાં પરિવ્રાજકોનો મઠ છે ત્યાં જઇને ત્યાંથી ત્રિદંડ, કુંડી, રુદ્રાક્ષની માળા, કરોટિકા માટીનું વાસણ, બેસવાનું આસન, વાસણ લૂછવાનોકપડાનો ટુકડો. ત્રિગડી, અંકુશક, વીંટી, ગણેત્રિકા, છત્ર, પગરખાં, પાવડી, ભગવા રંગેલા વસ્ત્રોને લઇને નીકળે છે. નીકળી ત્રિદંડ, કુંડી, યાવત્ વીંટી, ઘરેણું, એ બધી વસ્તુઓને, હાથમાં રાખી, છત્ર ઓઢી, પગરખાં પહેરી, તથા ભગવાં વસ્ત્રોને શરીર ઉપર પહેરી તે સ્કંદક તાપસ શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાંથી નીકળે છે. નીકળી જે તરફ કૃતંગલા નગરી છે, જે તરફ છત્રપલાશક ચૈત્ય છે, અને જે ત૨ફ શ્રમણ ભગવંત મહાવીર છે તે તરફ જવાનો તે તાપસે સંકલ્પ કર્યો.
હે ગૌતમ ! એ પ્રમાણે આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે ભગવન્! ગૌતમને આ પ્રમાણે કહ્યું કેઃ- હે ગૌતમ ! હું તેને ક્યારે, કેવી રીતે અને કેટલા સમયે જોઇશ ? હે ગૌતમ ! તે કાળે તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલ નામના તાપસના, કાત્યાયનગોત્રીય શિષ્ય સ્કંદક નામે પરિવ્રાજક રહેતા હતા. તે સંબંધીની બધી હકીકત આગળ કહ્યા પ્રમાણે જાણવી. યાવતુ-તે સ્કંદક પરિવ્રાજકે જે તરફ હું છું તે ત૨ફ મારી પાસે આવવાને સંકલ્પ કર્યો છે. અને તે સ્કંદક પરિવ્રાજક લગભગ પાસે પહોંચવા આવ્યા છે. ઘણો માર્ગ ઓળંગી ગયા છે, માર્ગ ઉપર છે, વચગાળાના માર્ગે છે. અને હે ગૌતમ ! તે સ્કંદક પરિવ્રાજકને તું આજેજ જોઇશ. પછી હે ભગવન્' ! એમ કહી ભગવત્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, આ પ્રમાણે કહ્યું કે હૈ ભગવન્ ! તે કાત્યાયનગોત્રીય કુંદક પરિવ્રાજક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઇને, અગારપણું તજીને અણગારપણું લેવાને શક્ત છે ? હે ગૌતમ ! હા, તે સ્કંદક પરિવ્રાજક મારી પાસે અનગાર થવા શક્ત છે. જ્યારે શ્રમણભગવંતમહાવીર, ગૌતમને પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org