________________
૪૪
ભગવઈ - ૨-૧/૧૧૦ કારણ? હે ગૌતમ! તે નિગ્રંથનો જીવ બહાર અને અંદર શ્વાસ તથા નિઃશ્વાસ લે છે માટે તે પ્રાણ કહેવાય. તથા તે થવાના સ્વભાવવાળો છે, થાય છે, અને થશે માટે ભૂત કહેવાય, તથા જીવે છે અને જીવપણાને અનુભવે છે માટે “જીવ’ કહેવાય. તથા શુભ અને અશુભ કમોવડે સંબંદ્ધ છે માટે “સત્વ' કહેવાય છે. તથા કડવા, કષાયેલા, ખાટા અને મીઠા રસોને જાણે છે માટે વિજ્ઞ' કહેવાય છે. અને સુખ તથા દુઃખને ભોગવે છે માટે ‘વેદ' કહેવાય છે માટે તે હેતુથી તે નિગ્રંથનો જીવ પ્રાણી અને વેદ કહેવાય છે.
[૧૧૧] હે ભગવન્! જેણે સંસારને રોક્યો છે, જેણે સંસારના પ્રપંચને રોક્યો છે, યાવતુ-જેનું કાર્ય, સમાપ્ત કાર્યની પેઠે પૂર્ણ છે તેવો મૃતાદી નિર્ગથ શું ફરીને પણ શીધ્ર મનુષ્યાદિક ભવોને ન પામે? હે ગૌતમ ! હા, પૂર્વ પ્રમાણોનો મૃતાદી નિગ્રંથ ફરીને પણ તુરત મનુષ્યાદિક ભવોને ન પામે. હે ભગવન્! તે નિગ્રંથનો જીવ કયા શબ્દથી બોલાવાય? હે ગૌતમ! તે સિદ્ધ કહેવાય. બુદ્ધ' કહેવાય. મૂક્ત કહેવાય. પરંપરાગત અર્થાત્ પારને પામેલો' - કહેવાય. અને સિદ્ધ “બુદ્ધ’ ‘મુક્ત” “પરિનિવૃત” “અંતકૃત' તથા સર્વદુઃખ પ્રક્ષીણ કહેવાય.હે ભગવન્!તે એ પ્રમાણે છે, હે ભગવન્!એમ કહી યાવત્ વિહરે છે.
[૧૧૨] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરની પાસે આવેલા ગુણશિલ ચેત્યથી નીકળ્યા. તેઓએ બહારના દેશમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામની નગરી હતી. તે કૃતંગલા નગરીની બહારના પ્રદેશમાં ઉત્તર અને પૂર્વ દિશાના ભાગમાં “છત્રપલાશક નામનું ચૈત્ય હતું. તે સમયે ઉત્પન્ન થયેલ જ્ઞાન દર્શનના ધારક શ્રમણભગવંત મહાવીરપ્રભુ ત્યાં પધાર્યા. સમવસરણ થયું. સભા નિકળી. તે કતંગલા નગરીની પાસે શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવતી નગરીમાં કાત્યાયનગોત્રનો, ગર્દભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય છંદક નામનો પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વવેદ એ ચાર વેદનો ઈતિહાસનો તથા નિઘંટુ નામના કોશનો સાંગોપાંગ અને રહસ્ય, સહિત પ્રવર્તક, યાદ કરનાર, તથા તેમાં થતી ભૂતોનો અટકાવનાર હતો. વેદાદિ શાસ્ત્રોનો ધારક હતો. વેદ વિગેરેનો પારગામી અને છ અંગનો જ્ઞાતા હતો તથા શષ્ટિતંત્રમાં વિશારદ હતો. વળી ગણિતશાસ્ત્રમાં શિક્ષા, આચાર, વ્યાકરણ, છંદ વ્યુપ્તત્તિ, જ્યોતિષ શાસ્ત્રમાં અને બીજા ઘણા બ્રાહ્મણ અને પરિવ્રાજક સંબંધી નીતિ તથા દર્શનશાસ્ત્રમાં પણ ઘણો ચતુર હતો. તેજ શ્રાવસ્તી નગરીમાં વૈશાલીકનો શ્રાવક પિંગલ નામનો નિગ્રંથ રહેતો હતો.
તે વખતે વૈશાલિકના વચનને સાંભળવામાં રસિક પિંગલ નામના સાધુએ કોઈ એક દિવસે, જે ઠેકાણે કાત્યાયનગોત્રનો સ્કંદક તાપસ રહેતો હતો, તે તરફ જઈને તેને આક્ષેપપૂર્વક આ પ્રમાણે પૂછ્યું કે, હે માગધ! શું લોક અંતવાળો છે કે અંત વિનાનો છે? જીવ અંતવાળો છે કે અંત વિનાનો છે ? સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે? સિદ્ધો અંતવાળા છે કે અંત વિનાના છે? તથા ક્યા મરણ વડે જીવ મરે ? તો તેનો સંસાર વધે અને ઘટે ? તું આટલા પ્રશ્નોનો તો ઉત્તર કહે. જ્યારે વૈશાલિક શ્રાવક પિંગલક નિગ્રંથ તે સ્કંદક તાપસને પૂર્વ પ્રમાણે પૂછ્યું ત્યારે તે ઠંડક તાપસ, ‘એ પ્રશ્નોનો શું આ ઉત્તર હશે કે બીજો' એમ શંકાવાળો થયો, “આ પ્રશ્નોનો જવાબ મને કેવી રીતે આવડે એમ કાંક્ષાવાળો થયો, હું જવાબ આપીશ તેથી પૂછનારને પ્રતીતિ થશે કે કેમ ? એ પ્રમાણે અવિશ્વાસુ થયો, તથા એની બુદ્ધિ બ્ઠી થઈ ગઈ અને તે ક્લેશયુક્ત થયો. પણ તે તાપસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org