________________
૪૨
ભગવઇ-૧-૧૦/૧૦૨ બોલાતી ભાષા ભાષા છે. અને બોલ્યા પછીની ભાષા અભાષા છે જે તે પૂર્વની ભાષા અભાષા છે, બોલાતી ભાષા અભાષા છે અને બોલ્યા પછીની અભાષા છે. તો શું તે બોલતા પુરુષની ભાષા છે કે અબોલતા પુરુષની ભાષા છે? તે બોલતા પુરુષની ભાષા છે. પણ અબોલતા પુરુષની તો ભાષા નથીજ.” પૂર્વની ક્રિયા દુઃખ હેતું નથી, તેને પણ ભાષાની પેઠેજ જાણવી. કરણથી તે દુઃખ હેતુ છે. પણ અકરણથી તે દુઃખ હેતુ નથી. એ પ્રમાણે કહેવાય.” કૃત્ય દુઃખ છે, સૃશ્ય દુઃખ છે, ક્રિયામાણ કૃત દુખ છે, તેને કરી કરીને પ્રાણો, ભૂતો જીવો અને સત્વો વેદનાને વેદે છે. એમ કહેવાય.
[૧૦૩ હે ભગવન્! અન્યતીર્થિકો કહે છે કે, વાવતુ એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે. તે આ પ્રમાણે - ઐયપથિકી અને સાંપરાયિકી. જે સમયે ઐયપિથિકી ક્રિયા કરે છે તે સમયે સાંયરાયિકી ક્રિયા કરે છે અને જે સમયે સાંપરાયિકી ક્રિયા કરે છે તે સમયે ઐયપથિકી ક્રિયા કરે છે ઐયપથિકી ક્રિયા કરવાથી સાંપરાયિકી ક્રિયા કરે છે અને સાંપરાયિકી ક્રિયા કરવાથી ઐપિથિકી ક્રિયા કરે છે એ પ્રમાણે એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે. હે ભગવન્! એ તે એ પ્રમાણે કેવી રીતે હોય? હે ગૌતમ ! જે તે અન્યતીર્થિકો કહે છે. તે ખોટું કહ્યું છે. હું આ પ્રમાણે કહું છું કે, એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. અહીં પરતીર્થિકનું તથા સમયનું વક્તવ્ય કહેવું યાવતુ-ઐયપિથિકી અથવા સાંપરાવિકી ક્રિયા કરે છે.
[૧૦૪] હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી નારકી ઉત્પાત વિનાની કહી છે. અહીં એ પ્રમાણે વ્યુત્ક્રાંતિ પદ આખું કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી પાવતુ વિહરે છે. શતક-૧-ની ઉદ્દેસા-૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
શતક-૧ની ગુર્જરછાયાપૂર્ણ
( શતક ૨ )
. - ઉદેસો ૧ - [૧૦૫] ૧-ઉદ્દેશામાં શ્વાસોચ્છવાસ અને સ્કંદકનામના અનગાર વિષે ૨સમુદ્દઘાત વિષે વિવેચન, ૩-પૃથિવી વિષે વિચાર, ૪-ઈદ્રિયો વિષે વિચાર, પ- અન્યતીર્થિકોનો અધિકાર, ૬-ભાષા સંબંધે વિવેચન, ૭-દેવનો અધિકાર, ૮-અમરચંચા નામની વાત છે, ૯-સમયક્ષેત્રનું સ્વરૂપ, ૧૦-અસ્તિકાય સંબંધે વિવેચન છે.
[૧૦] તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું, જાણી લેવું. સ્વામી સમોસય. તેઓની દેશના સાંભળવા સભા મળી. તેઓએ ધર્મ કહ્યો તે સાંભળી સભા વિસર્જીત થઈ. તે કાલે તે સમયે ભગવંતના મોટા શિષ્ય પર્યપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન જે બે ઇંદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા ચાર ઈદ્રિયવાળા અને પાંચ ઈદ્રિયવાળા જીવો છે. તેઓના અંદરના અને બહારના ઉચ્છવાસને અને નિઃશ્વાસને જાણીએ છીએ, દેખીએ છીએ પણ જે એક ઈદ્રિયાવાળા પૃથિવીના જીવો છે, યાવતુવનસ્પતિના જીવો છે. તેઓના અંદરના અને બહારના ઉચ્છુવાસને તથા નિઃશ્વાસને જાણતા નથી, દેખતા નથી, તો શું હે ભગવન્! તે એક ઈદ્રિયવાળા જીવો અંદરના અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org