________________ આહાર અમૃતધારા -એવું હિતકારી અને અ૫ પ્રમાણમાં ભેજન કરવું જોઈએ કે જે જીવન અને સંયમ-યાત્રા માટે ઉપયોગી બની શકે અને જેથી કોઈ પણ પ્રકારને વિભ્રમ ન થાય કે ન તે ધર્મભ્રષ્ટ થવાય. -જે મનુષ્ય ઉપયુક્ત આહાર, મિતાહાર કે અલ્પાહાર કરે છે એને વૈદ્યોની ચિકિત્સાની જરૂર નથી પડતી. તેઓ પોતે જ પિતાના વૈદ્ય હોય છે. -આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીજી - જે કાળ, ક્ષેત્ર, માત્રા, આત્મહિત, દ્રવ્યની ગુણવત્તા અને પિતાની શક્તિનો વિચાર કરીને ભોજન કરે છે એને દવાની જરૂર નથી રહેતી. - વાચક ઉમાસ્વાતિજી - જ્ઞાન વગેરે મેક્ષનાં સાધન છે અને જ્ઞાનનું સાધન શરીર છે ને શરીરનું સાધન આહાર છે. એટલે જ સાધકને સમયાનુકૂળ આહારની આજ્ઞા આપવામાં આવી છે. - જે અલ્પાહારી છે એની ઈન્દ્રિયે વાસના તરફ દોડતી નથી, તપનો પ્રસંગ આવ્યે એ નિરુત્સાહ થતું નથી અને સ્વાદિષ્ટ હેજનમાં આસક્ત થતો નથી. - ક્ષમાશ્રમણ જિનભદ્રજી. - આયુર્વેદ એ સાથે સંમત છે કે શરીરમાં બે કમળ હોય છેહૃદય-કમળ અને નાભિ-કમળ. સૂર્યાસ્ત થઈ ગયા પછી નાભિ કમળ સંકોચાઈ જાય છે એટલે રાત્રિભૂજનનો નિષેધ છે. - આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી.