________________ માનવજીવનમાં જે અદભુતતા છે તે બગીચામાં નથી. આપણું જીવનના બગીચાને આપણે વેરાન બનાવવાને નથી; ખીલતે રાખવાને છે. સારા સારા વિચારો-ચિંતને લાવીને, સારું સારું વાંચી આપણામાં તે ખીલવીએ. વાણી, મન અને બુદ્ધિને સારી બનાવીને તો આપણે અવશ્ય સુંદર બની શકીએ. તે માટે પાયામાં આહાર શુદ્ધ, સાત્વિક અને અવિકારી જોઈએ. અભક્ષ્ય આહાર સૌમ્યતા, લાવણ્ય અને ઓજસનો નાશ કરે છે. માટે તેને ત્યાગ કરવો તે તદ્દન યુક્તિયુકત છે. મા વિટામિન CECHARACTER=ચારિત્ર ચારિત્ર્ય એ જીવનનું અમૃત છે. જ્યાં સુધી જીવનમાં સદાચાર ન આવે ત્યાં સુધી જીવન નકામું છે, If wealth is lost, nothing is lost; If health is lost, something is losi; But if character is lost, everything is lost. શરીર એ ધર્મ કરવાનું સાધન છે. શારીરિક તંદુરસ્તી ન હોય તે માણસ ધર્મની આરાધનામાં કદમ બઢાવી શકતું નથી. તેથી તંદુરસ્તી ગુમાવનારે કંઈક ગુમાવ્યું છે, પણ જેણે ચારિત્ર્ય ગુમાવ્યું છે તેણે સર્વસ્વ ગુમાવ્યું છે. જીવન સદાચારથી શોભે. ચારિત્રની ભીતરમાં અનેક સદગુણે અને શક્તિઓ છે. રાત-દિવસ માનવમાં બે જાતની કિયા થયા કરે છે. એક શકિત વધારવાની અને બીજી શક્તિ ઘટાડવાની.