________________ 107 ગુંગળાઈને મરણ પામે છે, હજારો માખીઓએ અથાગ મહેનત કરીને મધ એકઠું કર્યું હોય, તેમનું મધ અને રહેઠાણ સપાટે પડાવી લેતાં તેમને કેટલું દુઃખ થતું હશે ? અને તેવા હિંસક લોકેને આપણે મધના ઉપયોગથી ઉત્તેજન આપીએ તે કેટલું બધું કરુણાજનક ? ક લાખ નાનાં જતુઓના નાશથી પેદા થયેલું મધ ઘણી હિંસાવાળું હાઈ ખાવા યેગ્ય નથી. યેગશાસ્ત્ર 326 માં કહ્યું છે કે : અનેક જાતિના સમુહબદ્ધ છના નાશથી નીપજેલું, દુગચ્છનીય (જેવું પણ ન ગમે તેવું) અને માખીઓના મુખની લાળ–શુંકથી બનેલા આવા મધનો કણ સુજ્ઞ પુરૂષ સ્વાદ કરે ? અર્થાત્ કેઈ ન કરે. છે એક એક પુપની અંદરથી માખીઓ રસ પીઈને બીજે ઠેકાણે તેનું વમન કરે છે, તે માખીની ઊલટી મધ કહેવાય છે. આવું એકેલું મધ ધાર્મિક પુરુષ ખાતા નથી. Bક મધના મધુર રસને લઈને અનેક કીડીઓ અને ઊડતા ત્રસ જીવે, ચાંટીને મરે છે. મધપૂડાને નિચાવતાં મરેલી મધમાખી, તેના બચ્ચાના શરીરની, મધમાખીના ઇંડાંની અશુચિનો રસ મધમાં ભળે છે, માટે મધ અશુચિરૂપ છે.