________________ 236 વગેરે એક શત્રિ વ્યતિત થયા પછી વાસી ગણાય છે -તેમાં પાણીને અંશ હોવાના કારણે રસજ લાળિયા બેઈદ્રિય જી ઉત્પન્ન થઈ જાય છે, તે ખાવાથી ત્રસ જીવની હિંસા અને આરોગ્યને નુકસાન થાય છે. આથી વાસી થાય તેવી વસ્તુ રાખી મુકાય નહીં, અને ખવાય નહીં. બીજાને ખવડાવાય નહીં. બીજા દિવસે વાસી ચીજો કૂતરા-ગાયને કે ગરીબને આપતાં ત્રસ જીવોની હિંસા થાય છે. આ દોષ માટે છે, તેને દંડ લાગે છે. કાળ વીતી ગયેલ મીઠાઈ, બે રાત્રિ ઓળંગી ગયેલ -દહીં-છાસ તથા દહીં-છાસમાં બનાવેલ વડાં–થેપલાં બીજી રાત પછી અભય બને છે. અભક્ષ્ય દહીં અને વિશ્વના પ્રસંગ ઉપર જૈન ધર્મની શ્રદ્ધા પામનાર ધનપાલ પંડિત ધનપાલના ભાઈ શેભને પિતાના વચનને સફળ કરવા જન ધર્મની દીક્ષા લીધી....ધન પાલને દુઃખ થયું. શેભન મુનિએ ગુરૂમહારાજના વિનય બહુમાન-ભક્તિથી - ટૂંકા સમયમાં 24 તીર્થકરની જિન-સ્તુતિરૂપ શોભન સ્તુતિ ગ્રંથની રચના કરી. ઉત્તરોત્તર તેઓ જ્ઞાનાભ્યાસમાં ઘણા આગળ વધી ગયા અને સમર્થ જ્ઞાની થયા. જ્યારે ધનપાલ ધારાનગરીના રાજા ભોજને માન્ય - પંડિત થયો.ધનપાલને જૈન સાધુ પ્રત્યે દ્વેષ હોવાથી તે -નગરમાં સાધુ-મુનિરાજેનું આવાગમન ઘટી ગયું.