________________ રાણા; અને અનાચારીપણું વગેરે જેવા અતિભથી ઘણા આરંભ -વગેરે મહાપાપ કર્યા હોવાથી, એવાં દુષ્ટ કાર્યના ફળ ભેગવવા આ સ્થાનમાં ઉત્પન્ન થયેલા હોવાથી, એમનું પણ ત્યાં કઈ સાંભળે એવું મળતું નથી. ચારે બાજુથી ભય, ત્રાસ, ઉપદ્રવનો પાર નહિ. ક તેરમા વૈતરણી નામના પરમાધામી દેવે વૈતરણી નદી બનાવે; તેમાં ઊનું કકળતું, અતિક્ષારવાળું, તેજાબ જેવું, અડતાં દાઝી જવાય, એવું પાણું ભર્યું હોય, અતિ ભય પેદા કરે તેવાં લેહી, પરુ, વાળ, હાડકાં વગેરે ભર્યો હોય એવી ભયંકર નદીમાં તણુતા મૂકે છે. પરવશ - બનેલા નારકી જીવો કયાં જાય ? જે પ્રમાણે એ દુઃખ આપે, તે સહન કર્યા સિવાય તેમને છૂટકે થતું નથી. સ્વાધીનતા સમયે સ્વછંદતા પૂર્વક વર્યા હોય, પોતાનાથી ઓછી શક્તિવાળા જી પર જુલમ વરસાવ્યો હોય, કેઈ ને અવળા રસ્તા બતાવ્યા હોય. કેઈને નુકસાનનાં કામમાં ઉતારીને ખુશી થયા હોય, બીજાઓ પર ત્રાસ વર્તાવતાં ખૂબ આનંદ માન્ય હોય, અને પાપના વિચારના અને આચારના પ્રવાહમાં ખૂબ રાચ્યા હોય, તેમને આવા વૈતરણીના પ્રવાહમાં તણાવું પડે. કેઈ શરણું આપનાર ન મળે, ગાઢ પીડાઓ ભેગવે. છે ચૌદમા ખરસ્વર જાતિના પરમાધામી અસુરો ઘણા કઠોર અવાજ કરનાર હોય. એવા ભયંકર અવાજ કરે કે નારકીના જીવોને ભયમાં અનેકગણો વધારો થાય, ભાગતા નારકી એને જોરથી પકડી રાખી, બે સામસામા