________________ મe પીડાયેલા, તાપથી અકળાયેલા, વેદનાથી મૂંઝાયેલા નારકી: છવો એ ઝાડ નીચે વિસામે લેવા બેસે ત્યારે પ્રચંડ. પવનને વિકુવને, એ તીક્ષણ પાંદડાં એમના શરીર ઉપર પાડે. જે પડતાં જ શરીરને ચીરી નાખે, નાક-કાન-હાથ, પડખા, છાતી, વાંસે સાથળ વગેરે અવયવો છેદાઈ જાય, ત્યાં પણ હેરાન થવું પડે, ને અતિ આકરી પીડાથી રિબાય. રફ અગિયારમા કુંભી નામના નરકપાલ અસુરે. નારકીના જીવોને સાંકડા મેઢાવાળી લેઢાની કુંભીઓકોઠીઓમાં પૂરીને નીચે, ઉપર, ચારે બાજુ અગ્નિ સળગાવીને રાંધે છે. મેટા કડાયામાં ઘાલીને નીચે, તાપ કરીને ચણાની જેમ શેકી નાંખે છે. અંદર બળતા શેકાતા તાપથી પીડાતા આમતેમ ઉછાળે છે, ઘણી કારમી ચીસે નાખે છે. * બારમા વાલુકા નામના પરમાધામીએ દીન, અશરણુ, મહાપીડિત એવા નારકી જીને ધગધગતી અણદાર રેતીમાં ચલાવે છે. જેમાં ચાલતાં ઘણી ગરમી. લાગે અને પગમાં કાંટા, ભાલા કે શૂલ વાગ્યા હોય એના કરતાં અતિશય પીડા થાય. વળી એવી ગરમ રેતીમાં નાખીને ધાણી, ચણ વગેરેને શેકે તેવી રીતે શેકે છે. ઊંચે. લઈ જઈ એવી રેતીમાં નીચે ફેકે છે, એથી શરીરના બધા, ભાગ એ અણીદાર કાંકરીમાં ભેંકાય છે, ચારે બાજુથી. એકદમ પીડા અનુભવે છે. એમણે પિતાના પૂર્વભવમાં બીજા જીવોને શું દુઃખ થાય છે, એને જરા પણ વિચાર કર્યા વિના હિંસા, લૂંટ, ચેરી, વિશ્વાસઘાત, વિષયસેવન.