________________ -- ' - બીજા કૂતરાને જોઈને તુટી પડે તેમ સામ-સામે યુદ્ધ કરે છે. વૈક્રિય સમુદ્રઘાત વડે મહાભયાનક રૂપોને વિકુવને પોતપોતાના નરકવાસમાં ક્ષેત્રાનુભાવ–જનિત પૃથ્વી પરિ– સુમરૂપ લોહમય ત્રિશુલ, શિલા, મુદગર, ભાલા, તલવાર, લાકડી, કુહાડી વગેરે વૈક્રિય જાતિનાં શસ્ત્રોથી તથા સ્વ–. હસ્તપાદ–દંત દ્વારા પરસ્પર લડાઈઓ-પ્રહાર કરે છે. કતલખાનામાં જેમ પશુના ટુકડે ટુકડા કરી નાંખે તેમ એક– બીજાના ટુકડા કરી નાંખે છે. મારા જેવું શરીર પાછું એકરૂપ બની જાય છે. ગાઢ વેદનાથી નિઃશ્વાસ લેતા મહાદુઃખને ભેગવે છે. પ્રથમની પાંચ નરક સુધી આ વેદના હોય છે. 6-7 નરકમાં શરીરકૃત અ ન્ય વેદના છે. ત્યાગનાં નારકીઓ વજય તીક્ષણ મુખવાળા, લાલવર્ણના કુંથુઆ, ગોમય, કીડાઓ આદિને શરીર સંબદ્ધ વિમુવીને એકબીજાના શરીરને ફેલી ખાતા, કેતરી લેતા ચાલણી જેવું શરીર કરે છે. પરસ્પર શરીરમાં પ્રવેશ પામતાં અતિ વેદના અનુભવે છે. સમ્યગ્દષ્ટિ નારકે તાવિક વિચારણાથી પોતાના કર્મનું ફળ હાઈ સહન કરે છે અને સમાધિ રાખે છે, જ્યારે મિથ્યાષ્ટિ નારકે ક્રોધના આવેશથી પરસ્પર પીડા કરતા. હોવાથી ખૂબ દુઃખ અનુભવે છે અને ખૂબ કર્મો બાંધે છે. આ દુઃખદાયી નરકગતિથી બચવા પાપકાર્યનો અને અભય ખાન-પાનને ત્યાગ કરે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તે મિચ્છામિ દુક્કડ.