________________ રપંપ “ઊભા રહી વચ્ચે એને ઊભે રાખે, અને મોટા લાકડાને કરવતિયાની જેમ વહેરે, તેમ કરવત મૂકીને સામસામા ખેંચતા એના શરીરના બે ભાગ કરી નાખે, તેમજ સુથાર વાંસલાથી જેમ લાકડાને છોલે તેમ વાંસલા, કુહાડી, પરશુ વગેરે હથિયારથી છેકે, ચીરે ત્યારે કારમી ચીસ નંખાઈ જાય છે. વળી અણીદાર પોલાદના કાંટા કરતાં પણ અતિ મજબૂત કાંટાવાળા શાલ્મલીનાં ઝાડ બનાવી, તેના ઉપર ચડાવી, ત્યાંથી ખેંચે; ખેંચીને ઉતારતાં, એના શરીરમાં એ કાંટાઓ જોરથી ભીંસાઈ જાય અને કારમી વેદના ‘પેદા કરે. એ વેદનાથી બૂમે નાખતા નારકીને અતિશય ભય પમાડવા મોટા મોટા હાકટા કરે, ત્રાસ વરતાવે, ચારે તરફથી અતિશય મૂંઝવણ થાય એવી દશા ઊભી કરે. (15) પંદરમાં મહાઘોષ નામના પરમાધામી દેવોના અવાજ ઘણું મેટા, અતિ બિહામણા હોય. જેમકતલ– ખાનામાં પુરાયેલાં નિર્દોષ પશુઓ, આમતેમ ભાગતાં હોય, તેમને કસાઈઓ ચારે બાજુથી ઘેરી લે, આમ જાય તે આમ ફસાય. બીજી બાજુએ જાય તો ત્યાંથી ઘેરાઈ જાય એવી રીતે વચ્ચે ઘેરીને પકડી પાડે અને ઢસડીને લઈ જાય. શૈલીમાં પરોવી, ઘાણુમાં પીલે, ઘણના ઘા મારે, નાક–માં વગેરે બંધ કરીને ગુંગળાવી નાખે, વિધવિધ પ્રકારની કદર્થના કરે, તેમ આ પરમાધામીઓ નારકી જીવો પ્રત્યે અતિ– નિર્દયપણને વર્તાવ કરે છે. અચકૃત વેદના નારકે વિર્ભાગજ્ઞાનના બળથી એકબીજાને જોઈ તીવ્ર થવાળા બની જેમ એક કૂતરો