________________ આ ક્ષેત્ર વેદનામાં આ દશ પ્રકાર : (1) પહેલી ભૂખની વેદના એટલી સખત હોય છે કે એક જ નારકીય જીવ, આખી દુનિયાનાં બધાં અનાજ, ફળ, ફૂલ, મીઠાઈ વગેરે ખાવાલાયક બધી ચીજો ખાઈ જાય. તે પણ ભૂખ શાંત થાય નહીં, પણ વધતી જ જાય એમને વૈકિય શરીર હોવાથી મનુષ્ય કે પશુની માફક આહાર લેવાનું હોય નહિ. અને ગમે તેટલી તીવ્ર આકાંક્ષા હોય તે. પણ મળે નહિ. આવી અતિ–સખત ભૂખમાં ભડભડતા પિકાર કરતા પિતાના ઘણા મોટા આયુષ્યને પૂરા કરે. જેમ ભૂખની સખતમાં સખત પીડા નરકના જીવ કાયમ. અનુભવે છે તેમ (ર) તરસની વેદના અતિશય ભગવે છે. દુનિયાભરના સર્વ કૂવા, વાવ, તળાવ, સરોવર, નદીઓ, કહો, કુડે અને સમુદ્રોનાં પાણી એક નારકી જીવ પી. જાય તે પણ એની તરસ છીપે નહિ, એવી તરસની અપરિમિત વેદના કાયમ અનુભવે. કંઠ, તાળુ, જીભ અને હોઠ કાયમ સુકાયા કરે. તીવ્ર અશુભ કર્મથી બંધાયેલા. દુઃખને પ્રતિકાર કરવા ધારે તે પણ કરી શકે નહિ. દુઃખ ટાળવા જાય તેમ તેમ દુઃખ વધતું જાય. * 1 (2) શીત–વેદના પણ એટલી જોરદાર ભેગવે કે અહીંના માનવના ભવમાં, શરદીની પ્રકૃતિવાળે હોય, દમ, ખાંસી, આદિની પીડા કાયમ અનુભવતા હોય, જરા ઠંડો પવન આવે તે સહન કરી શકતા ન હોય એવા. માણસને પોષ કે મહા માસની અતિશય શીતળતાવાળી. રાત્રિમાં, ઘણું ટાઢ વાતી હોય, ચારે તરફથી શીત