________________ - 243 નરકમાં રહેલા જીવોને ત્રણ પ્રકારની વેદના હોય. (1) ક્ષેત્ર-કૃત વેદના (2) પરમાધામી-કૃત વેદના અને (3) અન્યોન્ય-કૃત વેદના. પહેલી ક્ષેત્રકૃતવેદના જ્યારથી જીવ ઊપજવાના સ્થાનમાં ઉત્પન્ન થાય, અને જ્યાં સુધી નરકનું આયુષ્ય પૂરું ન કરે ત્યાં સુધી સદાય રહે, આંખ મીંચીને ઉઘાડે એટલે કાળ એને વિસામે ન રહે. નિરંતર ભયંકર દુઃખમાં સબડતાં, ઘણે આક્રંદ કરતા રહે છે. એ દશ પ્રકારની વેદનાનાં નામઃ (1) ભૂખ (2) તરસ (3) શીત-ઠંડી (4) ઉષ્ણ –ગરમી (5) જવર–તાપ (6) દાહબળતરા (7) કંડુ–ખણજ (8) પરવશતા (9) ભય અને (10) શેક. આ દશ પ્રકારની વેકના કેઈના કર્યા વિના પોતાની જાતે, પિતાનાં પૂર્વના કર્મોના પ્રભાવે કાયમ ભેગવ્યા કરે છે. એમાં જે નારકીના જીવને ઉત્પન થવાનું સ્થાન, શીત હોય તેમને ઉષ્ણતાની વેદના ઘણું હોય અને જેમનાં ઉત્પત્તિસ્થાન ઉષ્ણ હોય તેમને શીત વેદના વિશેષ પ્રમાણમાં રહે. શરીરની પ્રકૃતિ જેવી ઘડાઈ હોય, તેનાથી વિરુદ્ધ પ્રકૃતિવાળું વાતાવરણ સહન કરવું બહુ જ આકરું પડે, એ સ્વાભાવિક છે. નરકના જીવ પૂર્વના અતિ-અશુભ કર્મોનો ભોગવટે કરવા માટે નરકમાં આવેલાં હોય છે. તેથી તેમને શરીરના બંધારણની વિરુદ્ધ-પ્રકૃતિમાં જીવનભર મહાદુઃખ સહન કરતાં રહેવું પડે છે.