________________ ર . શરીર મોટું હોય, અને એ સ્થાનને આગળનો ભાગ બહુ સાંકડો હોય, તેથી જતરડામાંથી તાર ખેંચાય એવી રીતે ખેંચાઈને નીકળવું પડે. જેવા એ ઉત્પન્ન થઈ જરાક બહાર નીકળે તેવા જ આ શ્યામ જાતિના પરમાધામી દે મોટા સાણસા લઈને દોડે છે, અને સાણસામાં ભરાવીને ખેંચે છે, ટુકડે ટુકડા બહાર નીકળતા જાય તેમ જેરથી ખેંચીને નીચે પછાડે છે. એ નીચેની જમીન પણ અણીદાર ભાલાની અણથી પણ વધારે તીક્ષણ એવા પથ્થર વગેરેથી પથરાયેલી હોય. તેમાં પડતાં જ એ નારકી જીવે બહુ વીંધાય અને ખૂબ રિબાય. વળી તેવી કઠિન જમીન ઉપર પડયા પછી મોટી લોઢાની શૂળ વડે વધે છે; અણીદાર લાલચેળ કરેલા લોઢાના તીણ સૂયા વડે એમના નાક અને કાન વગેરેને નિર્દયપણે વધે છે. મજબૂત દોરડા અને અણીદાર અંકોડાવાળી સાંકળથી બાંધે છે. બાંધીને નેતર જેવી પાતળી સોટીઓથી ખૂબ માર મારે છે. ફરીને ઊપાડે છે અને ભીંત સાથે તથા જમીન સાથે જોરથી ઝીંકે છે. જાડી જાડી લાકડીઓને માર મારે છે, દુઃખી અવસ્થામાં ૨ડવળતા પડ્યા હોય, અને ખૂબ કરુણ રુદન કરતા હોય ત્યારે “પડયા ઉપર પાટુની જેમ લાતના, મુઠ્ઠીના, તેવા તેવા હથિયારના ઘા કરીને, વિશેષ મૂંઝવે છે. આવી દશા અનુભવતા, હતાશ થયેલા, તે બિચારા નારકી જીવોને કઈ તરફથી પણ આશરે કે શાંતિ મળતાં નથી. કારણ કે પૂર્વભવમાં બીજાને અશાંતિ આપીને, ત્રાસ પમાડીને,