________________ પવનના ઝાપટાં આવતાં હોય, હિમ પડતું હોય અને ઊંચામાં ઊંચી પર્વતની ટોચ ઉપર તદ્દન ઉઘાડા શરીરે સુવડાવવામાં આવે, એથી જેવી ટાઢની પીડા લાગે; એના કરતાં અનંતગુણ શીત વેદના ઉષ્ણુ યોનિમાં ઉત્પન્ન થયેલા નારકીય જીને કાયમ ભેગવવાની હોય. (4) ઉષ્ણુ વેદના એટલે ગરમીથી પીડા, એ પણ નારકીને બહુ સહેવી પડે. ઠંડા પ્રદેશમાં જન્મેલો માનવ હોય, ગરમી જરા પણ સહી શકતે ન હોય, એવાને ગરમમાં ગરમ હવાવાળા પ્રદેશમાં, ભર-ઉનાળામાં વૈશાખ–જેઠના સખત તાપ વચ્ચે, ખેરના લાકડાના ધખધખતા કેલસા પર સુવડાવતાં જેટલી વેદના થાય, એના કરતાં અનંતગુણ ગરમીની વેદના, નરકમાં રહેલા શીતયોનિમાં ઉત્પન્ન થયેલા નરકના જીવોને રહે. ઉષ્ણુતાની વેદના કરતાં શીતળતાની વેદના ઘણી વધારે આકરી લાગે છે. છે. (5) જવર વેદના એટલે તાવની પીડા, તે દરેક નારકી જીવોને કાયમ રહ્યા કરે. જેમ નીચેના સ્થાનના નારકી હોય તેમ વધારે વધારે રોગથી દુઃખી બને છે. 8 (6) દાહ એટલે બળતરા. નરકમાં રહેલા જીને શરીરમાં અંદરથી અને બહારથી સદાય બહુ બળતરા રહ્યા કરે, અને જ્યાં જાય ત્યાં બળતરા વધારનાર સાધન જ મળી આવે, શાંત કરવાનું કોઈ પણ ઠેકાણું કે સાધન મળે નહીં. જ 7) કંડુ એટલે ખણજ અથવા ચળ.એ જીવોને શરીરમાં કાયમ એટલી ચળ આવે કે ગમે તેટલું ખણે