________________ 239 - મીઠાઈ–ખાખરા - લેટ - વગેરેને કાળ - (1) અષાડ સુ. 15 થી કારતક સુદ 14 સુધી. વર્ષાકાળમાં 15 દિવસ, (2) કારતક સુદ 15 થી ફાગણ સુદ 14 સુધી શિયાળામાં 30 દિવસ, (3) ફાગણ સુદ 15 થી અષાડ સુદ 14 સુધી ઉનાળામાં 20 દિવસ સુધી બનાવેલી મીઠાઈ રૂપ-રસસ્વાદાદિ ફેરફાર ન થાય ત્યાં સુધી ભણ્ય. સમય વીતી ગયા બાદ તથા વચગાળામાં બેસ્વાદ થયે, ફૂગ થયે અભક્ષ્ય જાણી ત્યાગ કરો. % કેરી અને રાયણ આદ્રા નક્ષત્ર બેસી ગયા પછી અભક્ષ્ય છે. ખજુર ખારેક વિ. સૂકે મે અને સવભાજી તાંદળજો, મેથી, કોથમીર, પત્તરવેલિયાંના પાન વગેરે ફાગણ સુદ 14 થી કારતક સુદ 14 સુધી 8 માસ અભક્ષ્ય છે બાકીનો સર્વ મે અષાડ સુદ 15 થી કારતક સુદ 14 સુધી અભક્ષ્ય છે, | # મા :- દૂધને મા જે દિવસે કર્યો હોય તે જ દિવસે ભક્ષ્ય, રાત્રિએ અભક્ષ્ય. તે માવાને ઘીમાં તળીને સેકીને રાખેલ હોય તે ભક્ષ્ય, અન્યથા સવારે વાસી બનેલ મા અભક્ષ્ય બને છે. બજારુ અભક્ષ્ય માવામાંથી બનાવેલ મીઠાઈએ ત્યાગ કરવી. તાજા માવામાં ખાંડ ભેળવીને કરેલ પેંડા બીજા દિવસે અભય જાણવા. એમાં ફૂગ નિગોદના જીવ ઉત્પન્ન થાય છે, તે અનંતકાય છે. તમામ ફૂગવાળી, બે-સ્વાદવાળી કેઈપણ મીઠાઈ અભક્ષ્ય જાણવી.