________________ ર૩૪ છીએ, તે ફરી મળ દુર્લભ છે. પુણ્યરૂપી મૂડીનું વ્યાજ ખવાઈ ગયા પછી મૂડી પણ ખાવા લાગીએ, અને જે તે સઘળી ખાઈ જઈશું તે પરભવે સુખ-સંપદા કયાંથી પામીશું ? માટે જ અનંતગુણના ધારક સર્વજ્ઞ ભગવંતની ઉત્તમ શિખામણ માને, અને તેનું આચરણ કરવા વિર્યોલાસ ફેરવોજેથી સ્વયમેવ મેક્ષમાળા કંઠને વિષે આરોપિત થાય. - ખાદ્યપદાર્થો અને સૌંદર્ય પ્રસાધન દ્વારા ઘેર-ઘેર ઘોર હિંસા 3 આ દેશની પ્રજાને અનાચાર, ભ્રષ્ટાચાર અને માંસાહારના પાપોમાં ફસાવીને ખતમ કરવા માટેની યોજના આધુનિક કતલખાના, મરચાં ઉછેર કેન્દ્ર દ્વારા શરૂ થઈ ગઈ છે. દયાળુ-સાત્વિક આર્યદેશની પ્રજાને હિંસક અને અનાચારી બનાવવા માટે તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવાની જરૂર છે. તે માટે સાત્વિક શાકાહાર છોડાવી માંસાહારને માગે, દારૂના માર્ગેઈડામચ્છીના ભજન માગે વાળવામાં આવે તો આ કાર્ય સહેલું પડે. તે માટે પાઠયપુસ્તકમાંથી ઇશ્વરના પાઠ, દયાના પાઠ, છેદ કરીને શક્તિના બહાને ઈંડા-માંસમચ્છી અને ચિકન રસના પાઠ, મૂકાઈ ગયા છે. બાળકે આંનિકના પ્રલોભનમાં પડતાં ભ્રષ્ટાચારને ભયંકર રોગના ભોગ બની સત્વહીન બની રહ્યા છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ આપનારાથી સાવધ બનવા “ઘેર ઘેર ઘોર હિંસા” રૂા. 1 નું પુસ્તક અ. ભા. સંસ્કૃતિ ભવન, નિશા પોળ રીલીફરોડ અમદાવાદ-૧ થી મળશે-જે વાંચી– વિચારી દયાની આર્યસંસ્કૃતિનું જતન કરે.