________________ 33. જે અસાર પદાર્થ છે. તૃપ્તિકારક નથી. ઘણાં ફળ આઘા છતાં તૃપ્તિ કે શક્તિ મળતી નથી. ખાવું ને ફેંકી દેવું ઘણું. જેમકે ચણીબેર, પીલુ કે પીચ, ગુંદી, આંબલીના મહેર, જાબુ વગેરે. તે તુચ્છફળ છે. તથા અત્યંત કૂણું મગ, ચેળા, ગવાર, વાલ, શમી વગેરેની શીગ તથા બીજી જે ફળની જાતિઓ અતિકેમળ હેય તે સર્વે તુચ્છ ઔષધિ જાણવી. આમાં જીવહિંસા ઘણું હોઈ, અભક્ષ્ય ગણવામાં આવેલ છે. | ચણાનાં ફૂલ, કેરીના હાર કે જેમાં ગોટલી બંધાણી ન હોય, બોરના ઠળિયા ઉપરનો ગર્ભ કાઢીને ખા વગેરેમાં અતિકેમળ અવસ્થામાં અનંતકાય હોય છે. તેથી તે ખાવામાં અનંતકાયનો નાશ તથા તેના નિયમને ભંગ થાય. તુચ્છ ફળ ખાધા પછી તેની ગોટલી–ઠળિયા બહાર નાખીએ એટલે તેમાં મુખની લાળ અડકવાથી અસંખ્ય સંમૂર્છાિમ પંચેનિદ્રય જીવ ઉત્પન્ન થાય ને મરે. ચણબેર ગુંદીના ઠળિયા જ્યાં ત્યાં ફેંકવાથી તેની મીઠાશથી અનેક કીડીઓ આવે. નિશાળના છોકરાઓ વગેરેથી પગ નીચે ચગદાય ને મરે, કેઈ છોકરાને પગ લપસી જાય તે હાડકું ભાંગે વગેરે બીજ દોષો થાય છે, માટે તુચ્છફળઔષધિને ત્યાગ કર ઉત્તમ છે. ભવ્ય ! આવા પરમકૃપાળુ અને કેવળ નિઃસ્વાર્થી તીર્થકર મહારાજ તથા ગુરુમહારાજને અનંતા દુઃખમાંથી શીધ્ર મુક્ત કરવાને ઉપદેશ પૂર્વ પુણ્યના ઉદયે જે પામ્યા