________________ 231 ચારે અજાણ્યાં ફળ ખાવાથી વિષને વશ થઈ મરણ પામ્યા. હતા, તેની કથા આ પ્રમાણે છે : જંગલમાં ધાડપાડુઓની ટુકડીના અગ્રણી બનેલા. વંકચૂલે ભારે વરસાદથી ઠેરઠેર પાણું–કાદવ-વનસ્પતિ–લીલ થતાં દયાનું સૂમ પાલન કરનારા જૈનમુનિઓને ચાતુર્માસ માટે રહેવાને આશ્રય આપ્યો અને બનતી સેવા કરી. ચોમાસા બાદ રસ્તા સ્વચ્છ થતાં મુનિઓએ વિહાર કર્યો... અને વંકચૂલને સુંદર બેઘ આપ્યું કે એક નાનું કે મોટું પાપનું આચરણ, ઉચ્ચાર કે વિચાર જીવને કર્મના દંડથી. મહાદુઃખની સજા કરે છે માટે તેને જેટલો ત્યાગ અને તે દુઃખથી મુક્ત થવાનો રસ્તો છે. વંકચૂલ પાળી શકાય તેવા નિયમ લેવા માટે ઉત્સાહી બન્યો. આથી મુનિ મહારાજે વંકચૂલનું જીવન સુધારવા માટે ચાર નિયમ આપેલ તે આ મુજબ -(1) અજાણ્યાં ફળ ખાવાં નહિ, (2) કેઈના. પર ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછા ફરી જવું, (3) રાજાની સ્ત્રી સાથે પ્રીત કરવી નહિ, (4) કાગડાનું માંસ ખાવું નહિ.' આ પ્રમાણે નિયમ લીધેલ, ત્યારબાદ એક વખત વંકચૂલ પિતાની ટેળી સાથે ચોરી કરવા નીકળે. મેટા સાર્થમાં જમ્બર ભંગાણ પાડયું, ધનમાલ લૂંટી લીધા, અઢળક સંપત્તિ હાથ કરી વંકચૂલ અને બીજા ચેરો. પલાયન થઈ ગયા. બધા જ એક મોટા જંગલમાં આવ્યા. તે વખતે દરેકને ભૂખ લાગેલી. ચારે બાજુ આહારની શોધમાં ફરી આવ્યા, એક ઝાડ પર સુંદર ફળ જોઈ બધા ત્યાં તૂટી પડયા અને ફળ લઈને વંકચૂલ આગળ લાવ્યા.